Connect Gujarat
Featured

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તામિલનાડુની મુલાકાતે, વિદ્યાર્થીઓ સાથે કસરત કરી લોકો ને કર્યા અચંબિત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તામિલનાડુની મુલાકાતે, વિદ્યાર્થીઓ સાથે કસરત કરી લોકો ને કર્યા અચંબિત
X

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલના દિવસોમાં તામિલનાડુના પ્રવાસે છે. ત્યારે રાહુલ ગાંધીએ સોમવારે કન્યાકુમારીમાં રોડ શો યોજ્યો હતો, પરંતુ ત્યાર બાદ રાહુલ ગાંધી એક અલગ અંદાજમાં નજરે આવ્યા.

કન્યાકુમારીમાં રાહુલ ગાંધીએ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સાથે વાત કરી, આ દરમિયાન રાહુલ ગાંધી એક વિદ્યાર્થી સાથે પુશઅપ લગાવતા નજેર આવ્યા. રાહુલ ગાંધીએ અહીં પર બાળકો સાથે વાતચીત કરી, આ દરમિયાન રાહુલ ગાંધીએ એક વિદ્યાર્થી સાથે પરફોર્મ બાદ રાહુલ ગાંધીએ મંચ પર જ વિદ્યાર્થી સાથે પુશઅપ કર્યા.

https://twitter.com/MahilaCongress/status/1366309274683510786

જે અમુક વીડિયો સામે આવ્યો છે, તેમાં રાહુલ ગાંધીએ 9 સેકન્ડમાં નૉનસ્ટોપ 13 પુશઅપ્સ કર્યા. રાહુલ ગાંધીએ પહેલા પુશઅપ લગાવ્યા અને ત્યારબાદ વિદ્યાર્થીને એક હાથથી પુશ-અપ કરવા કહ્યું. રાહુલ ગાંધીએ ખુદ પણ એક હાથથી પુશઅપ લગાવ્યા. રાહુલ ગાંધીએ જે વિદ્યાર્થી સાથે પુશઅપ્સ ચેલેન્જ કરી, તે 10માં ધોરણનો વિદ્યાર્થી છે તેમનું નામ મેરોલિન શેનિધા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત દક્ષિણના રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે. પુડ્ડુચેરી, કેરળ અને હવે તામિલનાડુ.જ્યાં રાહુલ ગાંધી અલગ જ અંદાજમાં જોવા મળ્યા છે.

ગત દિવસોમાં કેરળમાં રાહુલ ગાંધી માછીમારો સાથે સમુદ્રમાં ગયા હતા, જ્યાં તેમણે માછીમારોની સાથે તેમની સમસ્યાઓને જાણી. રાહુલ ગાંધીએ માછીમારોની સાથે બોટમાં દરિયાની સફર કરી અને એટલું જ નહીં રાહુલ દરિયામાં પણ કૂદ્યા અને માછીમારોની સાથે તરતા નજરે આવ્યા.

Next Story