કોંગ્રેસ, એનસીપી અને શિવસેના બેઠકોમાં વ્યસ્ત રહયાં, ભાજપે મહારાષ્ટ્રમાં બનાવી દીધી સરકાર

0
202

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના અને એનસીપી ભેગા મળી સરકાર બનાવે તે પહેલાં ભાજપે શરદ પવારના ભત્રીજા અજીત પવાર સાથે મળીને ખેલ પાડી દીધો હતો. શનિવારે વહેલી સવારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે અને અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઇ લીધાં હતાં.

ભારતના રાજકારણમાં શનિવારના રોજ સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે કોંગ્રેસ, એનસીપી અને શિવસેના બેઠકોમાં વ્યસ્ત રહયાં હતાં જયારે ભાજપે પાછલા બારણે ખેલ પાડી દીધો હતો. એનસીપીના વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયેલા અજીત પવાર સાથે મળી ભાજપે સરકાર બનાવી લીધી હતી. રાજયપાલ ભગતસિંહ કોશિયારીએ શનિવારે વહેલી સવારે નવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને શપથ પણ લેવડાવી દીધાં હતાં.  દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે અને અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં છે. અજીત પવાર સાથે એનસીપીના 30થી વધારે ધારાસભ્યો છે જયારે ભાજપના 105 ધારાસભ્યો ચુંટાયાં છે. હવે આગામી દિવસોમાં ફડણવીસ સરકારે વિધાનસભામાં બહુમતી પુરવાર કરવાની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે નવી સરકારને ટવીટ કરી અભિનંદન પાઠવ્યાં છે. 

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here