Connect Gujarat
Featured

કોંગ્રેસમાં ઘમાસાણ : કપિલ સિબ્બલે કહ્યું - કોઈ પદ માટે નહીં પરંતુ દેશ માટે જે મહત્વપૂર્ણ છે

કોંગ્રેસમાં ઘમાસાણ : કપિલ સિબ્બલે કહ્યું - કોઈ પદ માટે નહીં પરંતુ દેશ માટે જે મહત્વપૂર્ણ છે
X

કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક સોમવારે સમાપ્ત થઈ હતી. પરંતુ કોંગ્રેસની અંદર હજી યુદ્ધ ચાલી રહ્યું છે. પાર્ટીએ ફરી એકવાર આ કમાન સોનિયા ગાંધીને સોંપવાનો નિર્ણય કર્યો છે.

કોંગ્રેસ પાર્ટીમાં શીર્ષ નેતૃત્વને લઈને ચાલી રહેલી તકરાર હજુ પણ યથાવત છે. સોમવારે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક ખૂબ જ હંગામાભરી રહી હતી. જે નેતાઓએ પત્ર લખ્યો હતો તેમાં ના જ એક કપિલ સિબ્બલનું ટ્વિટ સોમવારે ખૂબ ચર્ચામાં રહ્યું. હવે મંગળવારે તેમણે અન્ય એક ટ્વિટ કર્યું છે. જેમાં કપિલ સિબ્બલે લખ્યું છે કે આ બધુ કોઈ પદ માટે નથી.

પૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલે લખ્યું છે કે આ દેશ માટે છે જે સૌથી વધુ મહત્વ ધરાવે છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની સોમવારે મળેલી બેઠકમાં કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ જેવા નેતાઓની નારાજગી બહાર આવી હતી. આ બંને નેતાઓ કોંગ્રેસના નેતૃત્વને પત્ર લખનારા 23 નેતાઓમાં સામેલ હતા.

લગભગ સાત કલાક ચાલેલી કોંગ્રેસની વર્ચુઅલ મીટિંગ ખૂબ જ હંગામા વાળી રહી હતી. કેટલાક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી, તો ગાંધી પરિવાર સહિતના કેટલાક ટોચના નેતાઓએ ચિઠ્ઠી લખનારા લોકો પર આકરી રીતે પ્રહાર કર્યા હતા.

સોમવારે મળેલી બેઠકમાં સોનિયા ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના વચગાળાના પ્રમુખ પદ પરથી રાજીનામું આપવાની વાત કરી હતી, પરંતુ પાર્ટીના ઘણા મોટા નેતાઓએ તેમને આમ ન કરવા કહ્યું હતું. અંતે, નિર્ણય કરવામાં આવ્યો કે સોનિયા ગાંધી જ પ્રમુખ પદ પર કાયમ રહેશે. પાર્ટી તરફથી આગામી 6 મહિનામાં નવા પ્રમુખની શોધ પૂર્ણ કરવામાં આવશે, કોંગ્રેસના અધિવેશનમાં તેની જાહેરાત થઈ શકે છે.

Next Story