Connect Gujarat
Featured

અમદાવાદ : રાજયમાં કોરોના વાયરસનું ઘટી રહેલું સંક્રમણ, રાજયમાં 24 કલાકમાં 671 કેસ નોંધાયાં

અમદાવાદ : રાજયમાં કોરોના વાયરસનું ઘટી રહેલું સંક્રમણ, રાજયમાં 24 કલાકમાં 671 કેસ નોંધાયાં
X

કોરોના વાયરસના કારણે ઉત્તરાયણની ઉજવણી પર આંશિક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યાં છે. ઉત્તરાયણ પહેલાં કોરોનાની મહામારીને લઇને એક સારા સમાચાર આવ્યાં છે. રાજયમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઇ રહયો છે.

રાજ્યના આરોગ્ય મંત્રાલય અનુસાર ગત 24 કલાક દરમિયાન કોરોનાના 671 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,51,944 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને 95.17 ટકા થયો છે. રાજ્યમાં આજે 806 દર્દી જયારે અત્યાર સુધીમાં કુલ 2,39,771દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 7829 એક્ટિવ કેસ છે. જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર છેલ્લા અનેક મહિનાઓથી સતત મેહનત કરી રહયું છે. રાજ્યમાં 55, 000 પથારીઓ પૈકીની 90 ટકા પથારીઓ ખાલી થઇ ગઈ છે આ બાબત દર્શાવે છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે. રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4,344 થઇ ગઇ છે. અમદાવાદ શહેર જે કોરોનાનું એક સમયે એપી સેન્ટર હતું ત્યાં 100 કરતા વધુ માઈક્રો કંટેનમેન્ટ વિસ્તારને છેલ્લા 40 દિવસમાં મુકત કરવામાં આવ્યા છે અને હવે સોસાયટી અને રેસિડેન્સ વિસ્તારમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા દર્દીઓ સામે આવી રહયાં છે.

Next Story