Connect Gujarat

“કોરોના ઇફેક્ટ” : દાહોદની સબ જેલમાંથી 8 બંદીવાનોને મળ્યા કામ ચલાઉ જામીન, પોલીસે સુરક્ષા આપી ઘર સુધી મૂક્યા

“કોરોના ઇફેક્ટ” : દાહોદની સબ જેલમાંથી 8 બંદીવાનોને મળ્યા કામ ચલાઉ જામીન, પોલીસે સુરક્ષા આપી ઘર સુધી મૂક્યા
X

સમગ્ર ભારતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. જેના કારણે દાહોદ સબ જેલના બંદીવાનોને પણ કોરોનાનો ડર સતાવી રહ્યો છે, ત્યારે સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસના પગલે સરકાર દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના હુકમ અનુસાર મેજિસ્ટ્રેટ પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક જજ તેમજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના માર્ગદર્શન હેઠળ દાહોદની સબજેલમાં 7 વર્ષથી સજાને પાત્ર રહેલ ગુનાઓમાં સજા કાપી રહેલા 8 જેટલા કાચા કામના બંદીવાનોને કામ ચલાઉ જામીન આપી મુક્ત કરવામાં આવ્યા હતા. બંદીવાનોને જામીન આપ્યા તે દરમ્યાન મેડિકલ સહિત તેમનું સ્ક્રીનિંગ મશીન દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યું હતું. ઉપરાંત તેઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ સહિત રાશન કીટ પણ આપવામાં આવી હતી. પોલીસ દ્વારા મુક્ત થયેલા 8 જેટલા કેદીઓને સુરક્ષા આપી ઘર સુધી મુકવામાં આવ્યા હતા.

Next Story
Share it