Connect Gujarat
ગુજરાત

કોરોના ઇફેક્ટ : જાણો દેશના કેટલા રાજ્યને કરવામાં આવ્યું લોકડાઉન !

કોરોના ઇફેક્ટ : જાણો દેશના કેટલા રાજ્યને કરવામાં આવ્યું લોકડાઉન !
X

દેશમાં કોરોના વાયરસનો ચેપ વધુ ફેલાઈ રહ્યો છે ત્યારે દેશના ઘણા રાજ્યો અને શહેરોને લોકડાઉન કરવામાં આવી રહ્યા છે. તેમના ઉપર કલમ 144 લગાવવામાં આવી રહી છે. અને લોકોને શક્ય તેટલા લાંબા સમય સુધી તેમના ઘરે રહેવાનું કહેવામાં આવી રહ્યું છે. ભરતભરમાં 45 થી વધુ નવા કેસ બહાર આવ્યા અને કોરોનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 396 પર પહોંચી ગઈ.

ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, છત્તીસગર, ઓડિશા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, જમ્મુ અને કાશ્મીર અને નાગાલેન્ડમાં 31 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવ્યુ છે. કેટલાક રાજયોના ઘણાખરા જિલ્લાઓમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. કેરળમાં 10, મહારાષ્ટ્રમાં 10 અને મધ્ય પ્રદેશના 9 જિલ્લામાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં આવતીકાલથી 31 માર્ચ સુધી કલમ 144 લાગુ

23-25 ​​માર્ચ દરમિયાન યુપીના 15 જિલ્લામાં

લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ સમય દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

લોકડાઉન દરમિયાન કોઈ ટ્રેન દોડશે નહીં. ઉપરાંત, મેટ્રોની

કામગીરી મર્યાદિત રહેશે. દિલ્હી મેટ્રો, લખનઉ મેટ્રો,

નોઈડા મેટ્રો, કોલકાતા મેટ્રો, કોચી મેટ્રો, બેંગ્લોર મેટ્રો બંધ કરી દેવામાં આવી છે.

કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં આવતીકાલથી 31 માર્ચ સુધી

કલમ 144 લાગુ કરવામાં આવી છે. યુપીમાં જનતા કર્ફ્યુ સવારે 6 વાગ્યા સુધી વધારવામાં

આવ્યો છે.

ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, કચ્છ અને રાજકોટ જેવા શહેરોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. તો મહારાષ્ટ્ર પહેલેથી જ મુંબઈ, પુણે, નાગપુર અને પિંપરી ચિંચવાડ સહિત 10 જિલ્લામાં લોકડાઉન કરવાની જાહેરાત કરી ચૂક્યું છે. 31 માર્ચ સુધી મહારાષ્ટ્રના તમામ જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી રહી છે.

Next Story