Connect Gujarat
સમાચાર

અમદાવાદમાં ફરી થયો કોરોના “વિસ્ફોટ”, કોવિડના દર્દીઓની સંખ્યામાં નોંધાયો વધારો

અમદાવાદમાં ફરી થયો કોરોના “વિસ્ફોટ”, કોવિડના દર્દીઓની સંખ્યામાં નોંધાયો વધારો
X

દિવાળીના તહેવારની ખરીદીથી લઇ તહેવારની મજા હવે લોકો માટે સજા બની છે. શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં રોજના 90થી વધુ પોઝિટિવ કેસ આવી રહ્યા છે, ત્યારે સિવિલ હોસ્પિટલ બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ICU બેડ ભરાઈ ગયા છે. ICUમાં હવે એક પણ બેડ ખાલી રહ્યા નથી. સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધતા ખાસ એક ફ્લોર ઉભો કરવામાં આવ્યો છે. જેમાં નવા ફ્લોરમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં 279 કોરોના દર્દી સારવાર લઈ રહ્યા છે.

દિવાળીનો તહેવાર શરૂ થતાં જ અમદાવાદ શહેરના બજારોમાં કીડિયારું ઊભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં લોકો સોશિયલ ડિસ્ટન્સથી લઈ માસ્કનું પણ પાલન કરતા નહોતા. બેખોફ બનીને ફરનારી ભીડને લાગતું હતું કે, કોરોના હવે રહ્યો નથી. પરંતુ વાસ્તવમાં કોરોના ગયો નથી. જોકે વધુ ગંભીર બનીને ત્રાટકી રહ્યો છે. આ સ્ફોટક સ્થિતિને પગલે ગત તા. 16 નવેમ્બરે આરોગ્યમંત્રી પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. એક સમયે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ ઘટી રહ્યા હતા, પરંતુ દિવાળીના તહેવારો બાદ હવે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ 50 ટકાથી વધી ગયા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 625 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, અને તેમાં પણ 475 દર્દી ઓક્સિજન વગર રહી શકે તેવી સ્થિતિમાં નથી. હજી પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને અન્ય હોસ્પિટલમાં પણ રિફર કરવા પડે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જોકે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે, હાલ લોકડાઉન કરવામાં નહીં આવે અને સરકાર કોઈ પણ સ્થિતિને પહોચી વળવા સક્ષમ બની છે.

Next Story