Connect Gujarat
દુનિયા

USમાં કોરોનાથી 50 હજારથી વધુ લોકોના થયા મોત, 9 લાખ દર્દી નોંધાયા

USમાં કોરોનાથી 50 હજારથી વધુ લોકોના થયા મોત, 9 લાખ દર્દી નોંધાયા
X

અમેરિકામાં

કોરોના વાયરસથી મરનારાઓનો આંકડો 50 હજારને પાર

પહોંચ્યો છે. કોરોનાથી અત્યાર સુધીમાં અમેરિકામાં 50243 લોકોના મોત થયા છે. અમેરિકામાં કોરોના

દર્દીઓની સંખ્યા 886,709 સુધી પહોંચી ગઇ

છે. અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે.

નોંધનીય છે કે

દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. વિશ્વમાં કોરોનાના દર્દીઓની

સંખ્યા 27 લાખને પાર

પહોંચી ગઇ છે. વેબસાઇટ વલ્ડોમીટરના કહેવા અનુસાર, હવે દુનિયાભરમાં કોરોના દર્દીઓની સંખ્યા 2,725,920 થઇ ગઇ છે. અત્યાર સુધીમાં 745,905 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે જ્યારે 191,061ના મોત થયા છે.

અમેરિકા સિવાય

સ્પેનમાં કોરોના દર્દીઓનો આંકડો 213,024 પહોંચ્યો છે જ્યારે 22,157 લોકોના મોત થયા

છે. ઇટાલીમાં કોરોનાના દર્દીઓનો એક લાખ 89 હજાર 973 પર પહોંચ્યો છે.

જેમાંથી એક લાખ 6 હજાર 848 એક્ટિવ પેશન્ટ છે અને ઇટાલીમાં અત્યાર સુધીમાં 25,549

લોકોના મોત થયા છે.

ફ્રાન્સમાં 1, 58,183 કોરોના દર્દીઓ

નોંધાયા છે જેમાંથી 21 હજાર 856 લોકોના મોત થયા છે.

Next Story