Connect Gujarat
ગુજરાત

રાજયમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 61 પર પહોંચી, અત્યાર સુધી 5 લોકોના મોત

રાજયમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 61 પર પહોંચી, અત્યાર સુધી 5 લોકોના મોત
X

રાજયમાં એક

સપ્તાહમાં કોરોના વાયરસના પોઝીટીવ દર્દીઓની સંખ્યાનો ગ્રાફ ઝડપથી ઉંચે જઇ રહયો છે.

અત્યાર સુધીમાં 10 જિલ્લામાંથી

કોરોના વાયરસના 61 દર્દીઓ સામે

આવી ચુકયાં છે.

રાજયમાં

કોરોના વાયરસ ધીમે ધીમે ભરડો લઇ રહયો છે. 22 તારીખના જનતા કરફયુ બાદ એક સપ્તાહમાં

દર્દીઓની સંખ્યા વધીને 61 પર પહોંચી

ચુકી છે. રાજયના 10 જિલ્લામાંથી

પોઝીટીવ કેસ મળી આવતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે. અત્યાર સુધી હજારો લોકો કવોરન્ટાઇનની સ્થિતિમાં છે.

જો આપણે લોક ડાઉનને ગંભીરતાથી નહિ લઇએ તો સ્થિતિ વધુ ગંભીર બનશે તેમાં શંકાને કોઇ

સ્થાન નથી. લોકો હજી પણ એકઠા થઇ રહયાં છે અને ઘરોની બહાર નીકળી રહયાં છે. અત્યાર

સુધીમાં વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, કચ્છ, ગીર-સોમનાથ, અમદાવાદ અને પોરબંદરમાંથી કોરોનાના

પોઝીટીવ કેસ મળી આવ્યાં છે. બીજી તરફ કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે સરકારે

કેદીઓને બે મહિનાના જામીન આપવા સહિતના નિર્ણયો કર્યા છે.

રાજયમાં

લોકડાઉનની સ્થિતિ વચ્ચે લોકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ મળી રહેશે કે કેમ તેની

ચિંતા સતાવી રહી છે. રાજય સરકારે તેમના ગોડાઉનોમાં પુરતા પ્રમાણમાં અનાજનો જથ્થો

ઉપલબ્બ હોવાનો દાવો કર્યો છે. સસ્તા અનાજની દુકાનોમાં પણ સમયસર અનાજનો જથ્થો મોકલવામાં આવી રહયો

છે. દુધ અને શાકભાજીની પણ અછત ન થાય તે માટે સરકાર પગલાં ભરી છે.

Next Story