Connect Gujarat
Featured

સુરત : ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં શ્રમિકોનો કરાય રહયો છે કોરોના ટેસ્ટ

સુરત : ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં શ્રમિકોનો કરાય રહયો છે કોરોના ટેસ્ટ
X

સુરત શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ટેક્સ્ટાઇલ માર્કેટની લીધી મુલાકાત લીધી હતી. બીજી તરફ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા શ્રમિકો અને આવનાર લોકોનું કોરોના ટેસ્ટિંગ હાથ ધરાયું છે. કોરોનાને કાબુમાં લેવા ટેસ્ટીંગ વધારવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે.

સુરત શહેરમાં વધી રહેલા કોરોના કેસોની ગંભીરતા પારખી મનપા કમિશનર બંચ્છાનિધિ પાની રસ્તા પર ઉતર્યા છે. તેમણે આજ રોજ સુરત ટેક્સટાઇલ માર્કેટની મુલાકાત લઇ સ્થિતિની સમીક્ષા કરી હતી. ટેકસટાઇલ ઇન્ડસટ્રીઝ તેમજ માર્કેટમાં કામ કરતા શ્રમિકો અને આવનાર લોકોનું કોરોના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ છે. બીજી તરફ તકેદારીના ભાગરૂપે સુરતમાં ભીડભાડ વાળી જગ્યાઓ પર દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે.

લોકો સરળતાથી કોરોના ટેસ્ટ કરાવી શકે તે માટે ધનવન્તરી રથો દોડાવવામાં આવી રહયાં છે. દિવાળી દરમિયાન બહારગામ ગયેલાં અને હવે પરત ફરી રહેલાં લોકોના ટેસ્ટમાં વધારો કરાયો છે. માર્કેટ વિસ્તારમાં પાન-ચાની લારીઓ પર થતી ભીડ રોકવા કાર્યવાહી કરવા તેમજ આ વિસ્તારમાં માસ્ક વગર ફરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે મનપા કમિશનરે લગ્નને લઈને ખાસ જણાવ્યું હતું કે જ્યાં લગ્ન સમારોહ હોય ત્યાં મહેમાનો અને તમામ લોકો અવશ્ય માસ્ક પહેરે અને અચૂક તકેદારી રાખે તે ફરજિયાત છે……

Next Story