Connect Gujarat
દુનિયા

કોરોના વાઇરસ : અમેરીકામાં 6 લોકોનાં મોત નીપજ્યાં, વિશ્વભરમાં 80,151 કેસ નોંધાયા છે

કોરોના વાઇરસ : અમેરીકામાં 6 લોકોનાં મોત નીપજ્યાં, વિશ્વભરમાં 80,151 કેસ નોંધાયા છે
X

યુ.એસ માં સોમવારે કોરોના વાયરસથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 6 થઈ ગઈ છે.આ 6 માંથી 5 મૃત્યુ કિંગ કાઉન્ટીમાં થયા છે. જો કે, એક વ્યક્તિનું મોત સ્નોહોમિશ કાઉન્ટીમાં નીપજ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ચીનની બહાર કોરોના વાયરસના 1,500 થી વધુ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન, ચીનની બહાર મૃત્યુઆંક વધીને 128 થઈ ગયો છે. તાજેતરના WHO ના અહેવાલ મુજબ, ચાઇના બહાર દર્દીઓની સંખ્યા 64 દેશોમાં 8,774 થઈ ગઈ છે.

47,204 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

ચીનમાં કોરોના વાયરસ ફાટી નીકળતાં મૃત્યુઆંક વધીને 2,943 પર પહોંચી ગયો છે. ચીનના આરોગ્ય અધિકારીઓએ મંગળવારે આ મૃત્યુના આંકડા અંગેની જાણ કરી હતી. દર્દીઓની સંખ્યા 80,151 પર પહોંચી ગઈ છે. સિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, અધિકારીઓએ 31 વધુ લોકોના મોત અને કોરોના વાયરસના ચેપના 125 નવા કેસ નોંધ્યા છે. તમામ મૃત્યુ હુબેઇમાં થયા છે, જ્યાંથી કોરોના વાયરસ ફેલાવવાનું શરૂ થયું હતું. આ દરમિયાન, 129 નવા શંકાસ્પદ કેસ નોંધાયા છે. ચીનના આરોગ્ય પંચે જણાવ્યું હતું કે સોમવારે 2,742 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત, ગંભીર કેસની સંખ્યા 6,806 થઈ ગઈ છે. 30,004 દર્દીઓની સારવાર હજી ચાલુ છે. 47,204 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કમિશને કહ્યું કે 587 લોકોને હજી પણ વાયરસથી ચેપ લાગ્યો હોવાની શંકા છે.

કોરોના વાઇરસના બે નવા કેસ ભારતમાં નોંધાયા

સોમવારે ભારતમાં બે નવા કેસ સામે આવ્યા છે.

આમાંથી એક કેસ દિલ્હી અને બીજો તેલંગાણામાં આવ્યો છે. અગાઉ કેરળમાં વાઇરસ ત્રણ કેસ

નોંધાયા હતા. આ ત્રણેયને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Next Story