Connect Gujarat
આરોગ્ય 

કોરોનાનો કહેર: કેન્દ્ર-રાજ્ય સરકાર એલર્ટ, આઈસોલેશન વોર્ડ શરૂ કરવા મ્યુનિસિપલ હોસ્પિટલોને આદેશ

કોરોનાનો કહેર: કેન્દ્ર-રાજ્ય સરકાર એલર્ટ, આઈસોલેશન વોર્ડ શરૂ કરવા મ્યુનિસિપલ હોસ્પિટલોને આદેશ
X

ચીનમાં પ્રસરેલા

કોરાના વાઈરસે ઊભા કરેલા જોખમને જોતાં કેન્દ્ર-રાજ્ય સરકારે એલર્ટ જારી કરી

મ્યુનિ. હોસ્પિટલોને 5 બેડનો આઇસોલેશન

વોર્ડ શરૂ કરવાના આદેશ આપ્યા છે. કોરોના વાઈરસના લક્ષણો સ્વાઈન ફ્લૂને મળતા આવતા

હોવાથી સરકારે તકેદારીના ભાગરૂપે હોસ્પિટલોને આ સૂચના આપી છે.

ચીનમાં ફેલાયેલો કોરોના વાઈરસ સ્વાઇન ફલૂ જેવા લક્ષણો ધરાવતો હોવાથી કોઈ કેસ નોંધાવાની શક્યતાને ધ્યાને રાખી સરકારે 5 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર રાખવાનો આદેશ આપ્યો છે. તકેદારીના પગલાંરૂપે શહેરની દરેક હોસ્પિટલને શરદી તેમજ ખાંસીના દર્દીઓનું સતત 28 દિવસ સુધી ફોલોઅપ લેવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

કોરોના વાઇરસના લક્ષણો

કોરોના વાઇરસનો ચેપ

હોય તો નાકમાંથી પાણી પડવું, ગળામાં દુખવું, નાક બંધ થઇ જવું, તાવ આવવો, ઉધરસ થવી જેવા

પ્રાથમિક લક્ષણો દેખાય છે. ગંભીર સ્ટેજમાં શ્વાસ લેવામાં તકલીફ પડવી તથા

ન્યુમોનિયા થવો તે પણ કોરોના વાઈરસનું લક્ષણ બતાવે છે.

Next Story