કોરોના વાયરસ સામેની લડત માટે મુસ્કુરાયેગા ઇન્ડિયા ગીતનું લોન્ચિંગ

0
109

કોરોના વાયરસ સામેની લડતમાં ઉત્સાહ અને ઉમંગ વધારવા માટે અભિનેતા

અક્ષય કુમાર, આયુષ્માન ખુરાના, ટાઇગર શ્રોફ, કાર્તિક આર્યન અને અનન્યા પાંડે સહિત કેટલાય અભિનેતાઓ અને અભિનેત્રીઓએ મળીને મુશ્કુરાયેલા ઇન્ડિયા ગીતની રચના કરી છે.

આ ગીતના માધ્યમથી ઘાતક કોરોના વાઇરસ સામેની લડાઇમાં લોકોનું મનોબળ વધારવામાં મદદ મળશેવિશાલ મિશ્રા દ્વારા ગવાયેલા ટ્રેકનો વીડિયો વડાપ્રધાન મોદીના ભાષણની સાથે શરૂ થાય છે. રકુલ પ્રીત, સિદ્ધાર્થ મલ્હોત્રા અને ક્રિકેટર શિખર ધવન પણ આ ગીતમાં દેખાઇ રહયાં છે.

આ વીડિયોમાં અભિનેતાઓ ભારતીયોને હસી ફેલાવવાનો આગ્રહ કરતા જોવા મળી રહ્યા છે. અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લિંક શેર કરતાં લખ્યું કે, ‘આપણે બધાએ એકજૂથ થવાની જરૂર છે. આ ગીતને તમારા પરિવાર અને દોસ્તો સાથે શેર કરો.’અક્ષય કુમારની કેપ ઑફ ગુડ ફિલ્મ્સના સહયોગથી જેકી ભગનાનીના ‘જસ્ટ મ્યુઝિક’ દ્વારા ‘મુસ્કયુરાયેગા ઇન્ડિયા’ પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here