Connect Gujarat
Featured

રાજ્યમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા, 3ના મોત સાથે ગુજરાત દેશમાં બીજા સ્થાને

રાજ્યમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા, 3ના મોત સાથે ગુજરાત દેશમાં બીજા સ્થાને
X

ગુજરાત રાજ્યમાં શનિવાર તા. 28 માર્ચ સુધીમાં કોરોનાના 53 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી અમદાવાદમાં 18, વડોદરામાં 9, સુરતમાં 7, રાજકોટમાં 11, ગાંધીનગરમાં 8 અને ભાવનગર, કચ્છ અને મહેસાણામાં એક-એક કેસ નોંધાયો છે. આ ઉપરાંત કોરોનાને અમદાવાદ, સુરત અને ભાવનગરમાં એક-એક મોત થયું છે. જે દેશમાં બીજા નંબરે છે.

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાકા કોરોના વાઇરસે ગુજરાતને પણ પોતાની ઝપેટમાં લઇ લીધું છે. ગુજરાતમાં શનિવાર સુઘી કુલ 53 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં 3નાં મોત થયાં છે. અમદાવાદમાં શનિવાર સુધીમાં કુલ 18 કેસ નોંધાયા છે. જેમાંથી 12 વિદેશથી આવેલા લોકો છે.

રાજકોટમાં શનિવાર સુધીમાં કુલ 11 કેસ પોઝિટિવ જોવા મળ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં 669 દર્દીને ઓબ્ઝેર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

વડોદરામાં શનિવાર સુધી 9 કેસ પોઝિટિવ નોંધાયા છે. વડોદરામાં 48 કલાક બાદ એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે બીજી તરફ શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલના આઇસોલેશનમાં 4 વ્યક્તિઓને કોરોનાના શંકાસ્પદ દર્દીઓ તરીકે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

પાટનગર ગાંધીનગરમાં વિદેશથી આવેલા નાગરિકના કારણે કોરોના ફેલાયો છે. આ કોરોનાએ શહેરમા 8 લોકોને પોતાની ઝપેટમાં લીધા છે.

સુરતમાં શનિવાર સુધીમાં કુલ 7 કેસ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા 48 કલાકમાં શહેરમાં 3 કેસ પોઝિટિવ આવ્યા છે. સુરતમાં 11 શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 9નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં સૌથી વધુ હોમ ક્વોરોન્ટાઈનના 4331 દર્દી સુરતમાં છે.

કોરોના સામે લડવા આરોગ્ય વિભાગ સજ્જ :કોરોનાને માત આપવા માટે રાજ્યનું આરોગ્ય વિભાગ સજ્જ છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ ગત 10 દિવસથી રોજના 20 કલાક કામ કરે છે. છતાં પણ લોકોમાં ક્યાંકને ક્યાંક જાગૃત્તાનો અભાવ જોવા મળે છે. જેથી લોકો લોકડાઉન દરમિયાન પણ ઘરની બહાર લટાર મારતા જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત 3ના મૃત્યુદર સાથે દેશમાં બીજા સ્થાને છે. પ્રથમ સ્થાને 5નાં મોત સાથે મહારાષ્ટ્ર છે.

Next Story