Connect Gujarat
દુનિયા

કોરોના વાઇરસ : ભારતીય વાયુસેનાનું વિમાન ઈરાનથી 58 યાત્રી સાથે પહોંચ્યું ભારત

કોરોના વાઇરસ : ભારતીય વાયુસેનાનું વિમાન ઈરાનથી 58 યાત્રી સાથે પહોંચ્યું ભારત
X

ચીનમાં વુહાનમાંથી નીકળતો કોરોના વાયરસ

ઝડપથી વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. વિશ્વભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા એક

લાખ 13 હજારને વટાવી ચૂકી છે, જ્યારે ચાર હજારથી

વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ભારત પણ કોરોના વાઇરસની ચપેટમાં આવી ગયું છે. ભારત દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત 44 લોકોની પુષ્ટિ થઈ છે. તેમાં

કેરળની ત્રણ વર્ષની બાળકી પણ શામેલ છે જે તેના માતાપિતા સાથે ઇટાલીથી

પરત આવી છે.

જુદા જુદા દેશોમાં ફસાયેલા ભારતીયને કોરોના વાઇરસથી બચાવવા ભારત સરકારે નવી રણનીતિ બનાવી છે. મળતી માહિતી અનુશાર સોમવારે રાત્રે ઈરાનથી ભારતીયોને બહાર કાઢવા માટે રવાના થયેલા એરફોર્સના C -17 ગ્લોબમાસ્ટર વિમાન 58 લોકોની પહેલી બેચ સાથે ભારત પરત પહોંચ્યા છે. આજ રોજ વિમાન ઈરાનના તેહરાનથી ગાઝિયાબાદના હિંદન એરફોર્સ સ્ટેશન પર ઉતર્યું હતું.

Next Story