Connect Gujarat
આરોગ્ય 

ગુજરાતમાં પણ કોરોના વાયરસનો પ્રવેશ!, ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા

ગુજરાતમાં પણ કોરોના વાયરસનો પ્રવેશ!, ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા
X

કોરોના વાયરસની

અસરથી ગુજરાતમાં દહેશતનું વાતાવરણ ઊભું થયું છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા

જિલ્લાના 2 અને મેહસાણાનો 1 કેસ શંકાસ્પદ જણાતાં ત્રણેય દર્દીઓને સિવિલના આઇસોલેશન

વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ મૂકવામાં આવ્યા છે.

ચીનમાં ઉદ્ભવેલા અને ઝડપથી પ્રસરી રહેલા કોરોના

વાયરસે સમગ્ર દુનિયામાં દહેશત ફેલાવી છે. અત્યાર સુધીમાં વાયરસની અસરથી ચીનમાં

સેંકડો લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. વાયરસની દહેશત વચ્ચે ચીનમાં અભ્યાસ અર્થે

ગયેલા અને ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત ભારત લાવવામાં આવ્યા હતા. જેમાં

રાજ્યના 217 મુસાફરોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. જેમાં બનાસકાંઠાના 42 અને

સાબરકાંઠા જિલ્લાના 5 છાત્રોનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવતા હિંમતનગરના 2 કેસો

શંકાસ્પદ જણાયા હતા. બીજી તરફ મેહસાણામાં ચીનથી 13 જાન્યુઆરીના રોજ પરત ફરેલી

વિદ્યાર્થીનીને સ્ક્રિનિંગ બાદ ઘરે ગયા પછી ખાંસી અને તાવની ફરિયાદ ઉઠતાં

સિવિલમાં બનાવેલા આઇસોલેશન વોર્ડમાં ખસેડાઇ હતી. તો હિંમતનગરના બંને દર્દીઓને પણ

સિવિલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીના જણાવ્યાનુસાર

તમામ શંકાસ્પદ દર્દીઓને હાલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

ચીનમાં કોરોના

વાયરસે મચાવેલા હાહાકાર બાદ છાત્રો, વેપારીઓ, કંપનીઓમાં જોબ કરતાં કર્મચારીઓ વગેરે ભારત પરત ફરી રહ્યા છે. જેને

લઇ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ચીનથી પરત આવતા મુસાફરોનું પ્રત્યેક જિલ્લામાં

મેડિકલ ટીમ દ્વારા સ્ક્રિનિંગ કરાઇ રહ્યું છે. અત્યાર સુધીમાં 514 મુસાફરોનું

ચેકઅપ થયું છે, જેમાં કોઇને તકલીફ જણાઇ નથી.

ઉલ્લેખનીય છે કે, કેરળમાં

કોરોના વાયરસના 3 પોઝિટિવ કેસો નોંધાયા બાદ રાજ્ય આપત્તિ જાહેર કરવામાં આવી છે. 1793 લોકોને તેમના ઘરમાં જ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

Next Story