Connect Gujarat
ગુજરાત

“કોરોનાનો કહેર” : મહેસાણા નગરપાલિકા પ્રમુખની દીકરી પણ ફસાઈ ચીનમાં, એમ્બેસી સહિત કોલેજના ડિનને લખ્યો પત્ર

“કોરોનાનો કહેર” : મહેસાણા નગરપાલિકા પ્રમુખની દીકરી પણ ફસાઈ ચીનમાં, એમ્બેસી સહિત કોલેજના ડિનને લખ્યો પત્ર
X

ચીનમાં હાલ ચાલી રહેલ કોરોના નામના રોગથી ચીન સહિત અનેક દેશો પરેશાન થયા છે, ત્યારે આ રોગથી હવે ભારત સહિત ગુજરાતના વિદ્યાર્થીઓ કે, જે ચીનમાં અભ્યાસ કરવા ગયા છે અને હાલ તેઓ પરેશાન થયા છે. જો વાત કરવામાં આવે મહેસાણાની તો મહેસાણા નગરપાલિકા પ્રમુખની દીકરી પણ હાલમાં ચીનમાં ફસાઈ છે.

આજે સમગ્ર ભારતના નાગરિકો પૈકી જે પરિવારના દીકરા અને દીકરી હાલમાં અભ્યાસ અર્થે ચીનમાં છે, તેમની ચિંતામાં ખાસ વધારો જોવાઇ રહ્યો છે. જેમાં એક નામ મહેસાણા નગરપાલિકાના પ્રમુખનું નામ પણ સામેલ છે. હાલ તેમની દીકરી ચીનમાં ફસાઈ છે. પાલિકા પ્રમુખની દીકરી કિનલ ચીનમાં છેલ્લા 4 વર્ષથી અભ્યાસ અર્થે ગઈ છે. વુહાન સીટીથી 200 કિલો મીટર દૂર તેમની દીકરી કોલેજમાં અભ્યાસ કરે છે. હાલમાં દીકરીને સતત ફોન પર વીડિયો કોલ કરીને તેના ખબર-અંતર મેળવવામાં આવી રહ્યા છે. કિનલ સોલંકી MBBSના અભ્યાસ અર્થે ચીનમાં છે, અને તેની રજા ટુંકવતા હાલમાં તે હોસ્ટેલમાં ફસાઈ છે. કોરોના વાયરસને લઇ હાલ હોસ્ટેલ બહાર નીકળવા નહીં દેવામાં આવતા જમવા સહિત પીવાના પાણીની ભારે તકલીફ સર્જાઈ છે. મહેસાણાથી પાલિકા પ્રમુખે ફૂડ પેકેટ ચીન મોકલાવતા હોસ્ટેલની દીકરીઓ નાસ્તા પર દિવસ પસાર કરતી હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. હાલમાં તો ચિંતા વચ્ચે પાલિકા પ્રમુખે એમ્બેસી સહિત કોલેજના ડિનને પત્ર લખીને રજુઆત કરી છે કે, ચીનમાં અભ્યાસ અર્થે ગયેલા તમામ ભારતીય વિદ્યાર્થીઓને વહેલી તકે હેમખેમ પરત ભારત મોકલવામાં આવે.

Next Story