Connect Gujarat
Featured

રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉંચક્યું માથુ , રાજ્યમાં આજે 460 નવા કેસ નોધાયા

રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉંચક્યું માથુ , રાજ્યમાં આજે 460 નવા કેસ નોધાયા
X

રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉંચક્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 460 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 315 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે રાજ્યમાં કોરોના સંક્રમણથી એકપણ મોત નથી થયું. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4408 પર છે.

રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.57 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 262487 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં હાલ 2136 એક્ટિવ કેસ છે, જેમાંથી 38 લોકો વેન્ટિલેટર પર અને 2098 લોકો સ્ટેબલ છે.


રાજ્યમાં આજે 460 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 99, વડોદરા કોર્પોરેશનમાં 99, સુરત કોર્પોરેશન 68, રાજકોટ કોર્પોરેશન 55, ભાવનગર કોર્પોરેશન-12, રાજકોટ 12, વડોદરા 10, કચ્છ 9, છોટા ઉદેપુર, ખેડા, મહીસાગર, પંચમહાલ અને સુરતમાં 6-6 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં અત્યાર સુધી 8,20,700 લોકોને પ્રથમ ડોઝ અને 1,65,538 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.

Next Story