• દુનિયા
વધુ

    કોરોના વાઇરસ : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના ટેસ્ટ નેગેટિવ, ઇવાન્કા ટ્રમ્પ ઘરેથી કરશે ઓફિસનું કામ

    Must Read

    વલસાડ : ડહેલી ગામેથી 9 લાખથી વધુનો ગાંજો ઝડપાયો

    વલસાડના ઉમરગામ તાલુકાના ડહેલી ગામે  થી એસ.ઓ.જી અને ભિલાડ પોલીસ દ્વારા 97 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો..આરોપી...

    રાજ્યમાં આજે કોરોનાના 1560 નવા કેસ નોધાયા, જ્યારે 1302 દર્દીઓ થયા સ્વસ્થ

    દિવાળી બાદ ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે  કોવિડ-19ના...

    સુરત : બાબેન ગામે થયેલ રશ્મિ કટારીયાના હત્યા મામલે પોલીસે આરોપીને સાથે રાખી કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન

    સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામે થયેલ ચકચારી રશ્મિ કટારીયા હત્યા કેસમાં પોલીસે આરોપી ચિરાગ પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેની ધરપકડ કરી...

    અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના ટેસ્ટનું નિગેટિવ પરિણામ આવ્યું છે. હકીકતમાં, ટ્રમ્પે ગયા અઠવાડિયે ફ્લોરિડાના એક રિસોર્ટમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારો અને તેમના પ્રેસ સચિવ ફેબિઓ વાજેનકાર્ટનને મળ્યા હતા. બ્રાઝિલ પરત ફર્યા પછી, વાજેનકાર્ટનનો કોરોના વાઇરસનું પરીક્ષણ  પોઝિટિવ આવ્યું હતું, જ્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. ટ્રમ્પે શુક્રવારે વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મેં એમ કહ્યું નથી કે હું આ પરીક્ષણ નહીં કરાવું, પરંતુ એવું નથી કારણ કે હું કોઈ એવા વ્યક્તિને મળ્યો હતો. આ પરીક્ષણ ખૂબ જ ટૂંક સમયમાં થશે.

    ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે મેં બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે ડિનર લીધું હતું. અમે બંને બે કલાક એકબીજાની નજીક બેઠા. જોકે તેમનો કોરોના વાઇરસનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. આ અઠવાડિયાની શરૂઆતમાં, વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી સ્ટેફની ગ્રીશમે કહ્યું હતું કે રાષ્ટ્રપતિને વાયરસ પરીક્ષણ કરાવવાની જરૂર નથી, કારણ કે તેઓ આવા કોઈ પણ વ્યક્તિ સાથે સંપર્કમાં ન હતા અને આવા કોઈ લક્ષણો નથી. પ્રેસ સચિવે કહ્યું કે ટ્રમ્પ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને ડોકટરો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.

    ઇવાન્કાએ ઘરેથી કામ કરવાનું શરૂ કર્યું છે

    કોરોના વાયરસના વધતા જતા કેસો પછી યુ.એસ.ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પએ શુક્રવારે ઘરેથી કામ કરવાનું શરૂ કરી દીધું છે, ઇવાંકા ટ્રમ્પએ તાજેતરમાં જ અમેરીકામાં આવેલ ઓસ્ટ્રેલિયાના અધિકારીઓ સાથે વાત કરી હતી. ત્યારબાદ નોંધાયેલા અધિકારીઓનો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ડરથી ઇવાંકાએ ઓફિસનો કાર્યભાર ઘરેથી સંભાળવાનો નિર્ણય કર્યો હતો. જોકે વ્હાઇટ હાઉસના મેડિકલ સ્ટાફની ઇવાંકા ટ્રમ્પને સલાહ આપવામાં આવી હતી કે તે પોતાને અલગ ન કરે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    video

    વલસાડ : ડહેલી ગામેથી 9 લાખથી વધુનો ગાંજો ઝડપાયો

    વલસાડના ઉમરગામ તાલુકાના ડહેલી ગામે  થી એસ.ઓ.જી અને ભિલાડ પોલીસ દ્વારા 97 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો..આરોપી...

    રાજ્યમાં આજે કોરોનાના 1560 નવા કેસ નોધાયા, જ્યારે 1302 દર્દીઓ થયા સ્વસ્થ

    દિવાળી બાદ ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે  કોવિડ-19ના 1560 નવા પોઝિટિવ કેસ નોંધાયા...
    video

    સુરત : બાબેન ગામે થયેલ રશ્મિ કટારીયાના હત્યા મામલે પોલીસે આરોપીને સાથે રાખી કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન

    સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામે થયેલ ચકચારી રશ્મિ કટારીયા હત્યા કેસમાં પોલીસે આરોપી ચિરાગ પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેની ધરપકડ કરી હતી. તો બીજી તરફ પોલીસે ચિરાગ પટેલને સાથે...
    video

    નર્મદા : કેવડીયા ખાતે યોજાયેલ ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનો આજે અંતિમ દિવસ

    નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે ટેન્ટ સિટી-2માં આયોજીત અખિલ ભારતીય પીઠાસીન અધિકારીની પરિષદમાં 71માં બંધારણ દિવસના અનુસંધાને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજીની અધક્ષતામાં પ્રારંભ...
    video

    ભરૂચ : સાંસદ અહમદ પટેલના નિધનથી લોકો શોકમગ્ન, વેપારીઓએ દુકાનો રાખી બંધ

    અંકલેશ્વરના પિરામણ ગામના વતની અને રાજયસભાના સાંસદ અહમદ પટેલનું નિધન થતાં ભરૂચ તથા અંકલેશ્વરના વેપારીઓએ તેમની દુકાનો બંધ રાખી સ્વ. સાંસદ અહમદ...

    More Articles Like This

    - Advertisement -