Connect Gujarat
ગુજરાત

બોલિવુંડમાં કોરોનાનો પગ પેસારો : એક્ટર કિરણ કુમારનો રિપોર્ટ પોઝીટિવ

બોલિવુંડમાં કોરોનાનો પગ પેસારો : એક્ટર કિરણ કુમારનો રિપોર્ટ પોઝીટિવ
X

અભિનેતા કિરણ કુમાર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 74 વર્ષીય કિરણ કુમારે તાજેતરમાં જ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં કોરોનાનાં લક્ષણો જણાયા નહોતાં. પરંતુ તબીબી તપાસમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે.

કિરણે કહ્યું હતું કે, હું ઠીક છું અને મારામાં કોઈ લક્ષણો નથી. 14 મેના રોજ, મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં ગયા. જ્યાં કોવિડ-19 તપાસ જરૂરી હતી. તેથી મેં પણ મારું ટેસ્ટ કરાવ્યું અને પરિણામ પોઝિટિવ આવ્યું.

આગળ વાત કરતાં તેમણે કહ્યું કે, “મારો પરિવાર બિલ્ડિંગના બીજા માળે રહે છે અને હું હાલમાં ત્રીજા માળે છું. 26 મે અથવા 27 મે ના રોજ હું મારો બીજો ટેસ્ટ કરાવવા જઇ રહ્યો છું. આ ક્ષણે હું એકદમ ઠીક છું. કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

નોંધનીય છે કે, રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, શનિવાર સુધીમાં મહારાષ્ટ્રમાં કુલ 47,190 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 1,577 છે.

Next Story