Connect Gujarat
Featured

ખેડા: ઇન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે પરણિત યુગલો અટવાયા, ભારત આવવા કરી સરકારને અપીલ

ખેડા: ઇન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે પરણિત યુગલો અટવાયા, ભારત આવવા કરી સરકારને અપીલ
X

ખેડા જિલ્લાના નડીઆદ અને કઠલાલના 3 નવ પરણિત યુગલો ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર હનીમૂન ટ્રીપ માટે ગયા છે, ત્યારે કોરોના વાયરસનું વૈશ્વિક જોખમ ઉભું થતા યુગલો બાલી ટાપુ પર ખાતે અટવાઈ ગયા છે.

મળતી માહિતી અનુસાર, સમગ્ર દેશમાંથી ગુજરાત, જયપુર, રાજસ્થાન, મોહાલી, કેરળ, હૈદરાબાદ, દિલ્હી, મુંબઈ, યુપી અને પંજાબના 24 જેટલા પરણિત યુગલો ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર હનીમૂન ટ્રીપ માટે ગયા હતા. જેમાં ખેડા જિલ્લાના 3 નવ પરણિત યુગલોનો પણ સમાવેશ થાય છે.

નડીઆદ શ્રી સંતરામ ડેરી નજીક આવેલ રામકૃપા સોસાયટીમાં રહેતા વિનોદ પટેલના પુત્ર મયુર પટેલ અને પુત્રવધુ નિરાલી પટેલ તેમજ બિલોદરા રહેતો તેમનો ભત્રીજો રોબિન પટેલ અને નિધિ પટેલ તથા કઠલાલના એનઆરઆઈ યુવક વિરલ ગોસ્વામી અને કાનન ગોસ્વામી કે જેઓ ગત 13મી માર્ચ મુંબઈથી મલિન્દો એરલાઇનમાં ઇન્ડોનેશિયાના ખાતે બાલી ગયા હતા, ત્યારે હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના પગલે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા બંધ થતા તમામ પરણિત યુગલો કફોડી સ્થિતિમાં મુકાયા છે. હાલ તો તેઓ સરકાર પાસે પોતાના દેશમાં હેમખેમ પરત આવવા માટે મદદ માંગી રહ્યા છે.

Next Story