Connect Gujarat
Featured

કોવિડ-19 : રાજ્યમાં આજે 380 નવા કેસ નોધાયા, 296 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

કોવિડ-19 :  રાજ્યમાં આજે 380 નવા કેસ નોધાયા, 296 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
X

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 380 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 296 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,68,380 કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે આજે અમદાવાદ કોર્પોરેશનમાં એકના મોત સાથે કુલ મૃત્યુઆંક 4407 પર પહોંચ્યો છે.

રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.66 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 261871 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં હાલ 1869 એક્ટિવ કેસ છે, જેમાંથી 33 લોકો વેન્ટિલેટર પર અને 1836 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 380 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 81, વડોદરા કોર્પોરેશમાં 70, સુરત કોર્પોરેશન 57, રાજકોટ કોર્પોરેશન 46, વડોદરા-10, રાજકોટ-9, જામનગર-8, જામનગર કોર્પોરેશન-8, કચ્છ-7, સુરત-7, આણંદ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, ખેડા અને સાબરકાંઠામાં 5-5 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં અત્યાર સુધી 8,16,238 લોકોને પ્રથમ ડોઝ અને 74,457 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.

Next Story