Connect Gujarat
Featured

ક્રિકેટ : પ્રથમ ટેસ્ટમાં જો રૂટની શાનદાર સદી, સાથેજ આ રેકોર્ડ બનાવનાર દુનિયાની પ્રથમ બેટ્સમેન બન્યો

ક્રિકેટ : પ્રથમ ટેસ્ટમાં જો રૂટની શાનદાર સદી, સાથેજ આ રેકોર્ડ બનાવનાર દુનિયાની પ્રથમ બેટ્સમેન બન્યો
X

ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટ્ન જો રૂટ હાલમાં ખૂબ જ શાનદાર ફોર્મમાં ચાલી રહયા છે, ભારત સામેની પહેલી ચેન્નાએ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ પસંદ કર્યું હતું અને પોતાની પહેલી જ ઇનિંગમાં પ્રવાસી ટીમ તરફથી ટીમના કેપ્ટ્ન જો રૂટે સેન્ચ્યુરી મારતા ઇંગ્લેન્ડનો જુસ્સો વધી જવા પામ્યો છે.

મહત્વનું એ છે કે જો રૂટની તેમની 100મી ટેસ્ટ હતી અને આ ટેસ્ટમાં પણ તેમણે 100 રન ફટકાર્યા હતા આ સિવાય પણ રૂટે વધુ એક સિદ્ધિ મેળવી હતી, પોતાની 98, 99 અને 100મી ટેસ્ટમાં સતત સેન્ચ્યુરી ફટકારવા વાળા તેઓ દુનિયાના પ્રથમ બેટ્સમેન બની ગયા છે. રૂટ પોતાની 100મી ટેસ્ટમાં સેન્ચ્યુરી મારવા વાળા 10માં અને ઇંગ્લેન્ડના ત્રીજા ( કોલીન કોદ્રે અને એલેક સ્ટીવર્ટ) ક્રિકેટર બની ગયા છે.

Next Story