અર્જુન એવોર્ડ વિજેતા લીજેન્ડ ક્રિકેટર સલીમ દુરાનીનો જન્મદિવસ.

સીકસરના શહેનશાહ’થી પ્રસિઘ્ધ ક્રિકેટર સલીમ દુરાનીનો આજે જન્મ દિવસ છે. 11 ડિસેમ્બર 1934માં અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં દુરાની પરીવારમાં જન્મેલા સલીમ દુરાની દેશનાં ભાગલા બાદ જામનગરના વતની બન્યા હતા. પછી તેમણે ક્રિકેટ ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ પ્રદાન આપી સમગ્ર દેશ અને દુનિયામાં જામનગરનું નામ રોશન કર્યું છે.

ક્રિકેટ ક્ષેત્રે સલીમ દુરાનીએ વર્ષ 1960થી 1973 સુધીમાં 29 ટેસ્ટ મેચ રમી 1202 રન સાથે સરેરાશ 195નો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. જ્યારે ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં સલીમભાઇએ 170 મેચ રમીને 8545 રનની ધુંવાધાર બેટીંગ દ્વારા શ્રેષ્ઠત્તમ દેખાવ કર્યો હતો. ડાબોડી બેસ્ટમેન સલીમ દુરાનીએ ટેસ્ટ મેચમાં હાઇએસ્ટ સ્કોર 104 રન અને ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં 137 નોટ આઉસ નોંધાવ્યા છે. બેસ્ટમેન સાથો-સાથ બોલીંગમાં પણ સુંદર દેખાવ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાં 75 વિકેટ અને ફર્સ્ટ કલાસ મેચમાં 484 વિકેટ ઝડપી સલીમભાઇએ ઓલ રાઉન્ડર હોવાની ક્ષમતા સાબીત કરી બતાવી હતી.

ક્રિકેટની રમત દરમિયાન સ્ટેડીયમમાં પ્રેક્ષકો જે બાજુ સીકસરની માંગણી કરે ત્યાં સલીમ દુરાની સીકસ ફટકારતા હતા ક્રિકેટક્ષેત્ર સલીમભાઇના શ્રેષ્ઠતમ યોગદાન માટે ભારત સરકાર દ્વારા તેમને અર્જુન એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત સી.કે. નાયડુ લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ, નગરરતી વિગેરે અનેક એવોર્ડ સલીમભાઇને મળેલા છે, 84 વર્ષની જૈફ ઉંમરે સલીમ દુરાની આજે પણ નિયમિત નગરના ક્રિકેટ બંગલા પર હાજર રહી ઉભરતા યુવા ક્રિકેટરોની રમત નિહાળી તેમને જરૂરી માર્ગદર્શન આપે છે, ભારતીય ક્રિકેટ ઇતિહાસના ભીષ્મ પિતામહ સમાન સલીમભાઇને તેમના જન્મદિવસ પર શુભેચ્છા.

LEAVE A REPLY