Connect Gujarat
દેશ

મહાશિવરાત્રીના પાવન પર્વ પર દેશભરના શિવાલયમાં લાગી ભક્તોની ભીડ

મહાશિવરાત્રીના પાવન પર્વ પર દેશભરના શિવાલયમાં લાગી ભક્તોની ભીડ
X

મહાશિવરાત્રી હિન્દુઓનો એક મુખ્ય તહેવાર છે. ભક્તો

આખા વર્ષ દરમિયાન આ દિવસની રાહ જોતા હોય છે. મહા શિવરાત્રી નિમિત્તે પુજા અર્ચના કરવા

દેશના ઘણા ભાગોમાં સવારથી ભગવાન શિવના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી

છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શિવલિંગ પર જળ, દૂધ,

બિલીપત્ર ચઢાવવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને તેને મહાદેવની

વિશેષ કૃપા પ્રાપ્ત કરે છે.

શુક્રવાર સવારથી દેશભરના મંદિરોમાં મહા શિવરાત્રી નિમિત્તે પ્રાર્થના કરવા માટે ભક્તોની ભીડ ઉમટવા લાગી છે.ભારતીય રાજકારણના ઘણા નેતાઓ પણ મહાશિવરાત્રિના આ પ્રસંગે સોસિયલ મીડિયાના માધ્યમથી અભિનંદન પાઠવી રહ્યા છે.

https://twitter.com/narendramodi/status/1230692739592773633?s=20

https://twitter.com/rashtrapatibhvn/status/1230688770564878336?s=20

https://twitter.com/RahulGandhi/status/1230679511647178752?s=20

કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તો ઉમટ્યા

વારાણસી: મહાશિવરાત્રી નિમિત્તે કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભીડ ભગવાન શિવની પૂજા કરવા જોવા મળી રહી છે.

ગૌરી શંકર મંદીરમાં થઇ ભોલે બાબાની પૂજા

દિલ્હી: મહા શિવરાત્રી નિમિત્તે ચાંદની ચોકના શ્રી ગૌરી શંકર મંદિરમાં ભક્તો ભોલે બાબાને પ્રાર્થના કરી રહ્યા છે.

શિવાલા બાગ ભાઈજાન મંદિર ખાતે લાંબી કતારો

પંજાબ: મહાશિવરાત્રી 2020 ના અમૃતસરના 'શિવાલા બાગ ભાઈજાન' મંદિરમાં ભક્તો બાબા ભોલેનાથની પૂજા કરવા લાંબી કતારોમાં ઉભા છે.

મહાકાલેશ્વર મંદિર ખાતે જલાભિષેક

મધ્યપ્રદેશ: મહાશિવરાત્રી નિમિત્તે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન શિવની પૂજા અર્ચના માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

મુંબઈના બાબુનાથ મંદિરનો નજારો

મહારાષ્ટ્ર: મહા શિવરાત્રી નિમિત્તે ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના માટે ભક્તો મુંબઇના બાબુલનાથ મંદિર પહોંચ્યા છે.

Next Story