Connect Gujarat
દુનિયા

વરસાદના કારણે અટકેલી ભારત અને ન્યુઝીલેન્ડની મેચમાં શું થશે આગળ ?

વરસાદના કારણે અટકેલી ભારત અને ન્યુઝીલેન્ડની મેચમાં શું થશે આગળ ?
X

ભારત અને ન્યુઝીલેન્ડની મેચમાં વરસાદ વિઘ્ન બન્યો છે બે કલાક સુધીમાં મેચ ચાલુ ના થાય અને ન્યૂઝીલેન્ડની બેટિંગ ના આવે તો ઇન્ડિયાએ 46 ઓવરમાં 237 રન જીતવા માટે બનાવવા પડશે જો કે વરસાદ વધારે લંબાશે તો 20 ઓવરમાં 148 રનનો ટાર્ગેટ પણ મળી શકે તેમ છે

જો આજની મેચ વરસાદના કારણે રદ થાય તો આવતીકાલે રિઝર્વ ડેના દિવસે જ્યાંથી મેચ અટકી હોય ત્યાંથી જ શરુ થશે, આથી પહેલા રિઝર્વ ડેના દિવસે મેચ ફરીથી શરુ કરવામાં આવતી હતી પરંતુ આઈસીસી આ નિયમમાં ફેરફાર કર્યો છે જેથી મેચ આજે જ્યાંથી અટકી હશે ત્યાંથી જ આવતીકાલે શરુ થશે

રિઝર્વ ડેના દિવસે પણ વરસાદના કારણે મેચ રદ્દ થાય તો પોઇન્ટના આધારે ઇન્ડિયાને ફાઇનલમાં સીધો પ્રવેશ મળી શકે છે જયારે ICCના નવા નિયમ મુજબ વર્લ્ડ કપ 2019ની ફાઇનલ મેચના દિવસે તથા રિઝર્વ ડેના દિવસે વરસાદના લીધે રદ્દ થાય તો બંને ટિમ વર્લ્ડકપ ટ્રોફી શેર કરશે

Next Story