Connect Gujarat
ગુજરાત

સાઇબર ક્રાઇમને રોકવા રાજ્યમાં નવ રેંજમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત

સાઇબર ક્રાઇમને રોકવા રાજ્યમાં નવ રેંજમાં  સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત
X

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું

છે કે, નાગરિકોને વધુ સુદ્રઢ સુરક્ષા થકી સલામત ગુજરાતનું

નિર્માણ એ જ અમારૂ લક્ષ્ય છે. ટેકનોલોજીના વિકસતા જતા યુગમાં ગુનાઓ પણ હાઇ-ફાઇ

બન્યા છે, ત્યારે સાયબર ક્રાઇમ સહિત અન્ય ગુનાઓનું ટેકનોલોજી

દ્વારા નિયંત્રણ થાય તે માટે ગુજરાત પોલીસને વધુને વધુ સુસજ્જ કરવામાં આવશે. આજના

વિકસતા જતા ટેક્નોલોજીના યુગમાં બનતા સાયબર ક્રાઇમને રોકવા માટે ગુજરાતે મક્કમ

નિર્ધાર કરીને, તમામ નવ રેન્જમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન

કાર્યરત કરવાનો નિર્ણય કર્યો હતો જેને કાર્યરત કરી દેવાયા છે. આ રેન્જ હેઠળ

રાજ્યના મોટા ભાગના જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ

ઉમેર્યુ કે, આ રેન્જમાં ગાંધીનગર, અમદાવાદ,

વડોદરા, પંચમહાલ-ગોધરા, ભાવનગર,સુરત,રાજકોટ, જૂનાગઢ અને કચ્છ

બોર્ડર રેન્જ જિલ્લા પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે.

વધુમાં પ્રદિપસિંહે ઉમેર્યુ કે, જે નવ રેન્જમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો કાર્યરત કરાયા છે. તેમાં ગાંધીનગર રેન્જનું મુ્ખ્યમથક ગાંધીનગર રહેશે જેના હેઠળ ગાંધીનગર, મહેસાણા,સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ કરાયો છે. અમદાવાદ રેન્જમાં તેનું મુખ્યમથક અમદાવાદ રહેશે જેમાં અમદાવાદ ગ્રામ્ય, ખેડા-નડિયાદ અને આણંદ જિલ્લાનો સમાવેશ કરાયો છે. વડોદરા રેન્જનું મુખ્યમથક વડોદરા રહેશે જેમાં વડોદરા ગ્રામ્ય, ભરુચ, નર્મદા-રાજપીપળા અને છોટાઉદેપુર જિલ્લાનો સમાવેશ થાય છે. પંચમહાલ-ગોધરા રેન્જનું વડુમથક ગોધરા રહેશે જેમાં પંચમહાલ-ગોધરા અને મહિસાગર-લુણાવાડાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ભાવનગર રેન્જનું વડુમથક ભાવનગર રહેશે જેમાં ભાવનગર,અમરેલી અને બોટાદ જિલ્લાનો સમાવેશ કરાયો છે. સુરત રેન્જનું વડુમથક સુરત રહેશે જેમાં સુરત ગ્રામ્ય, નવસારી, વલસાડ,તાપી-વ્યારા અને આહવા-ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ રેન્જનું વડુમથક રાજકોટ રહેશે જેમાં રાજકોટ ગ્રામ્ય, મોરબી, જામનગર, દેવભૂમિદ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. જૂનાગઢ રેન્જનું વડુમથક જૂનાગઢ રહેશે. જેમાં જૂનાગઢ, ગીરસોમનાથ અને પોરબંદર જિલ્લાનો સમાવેશ થાય છે. આ સિવાય બોર્ડર રેન્જ કચ્છ-ભૂજનું વડુમથક ભૂજ રહેશે જેમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છ, ગાંધીધામ, પાટણ અને બનાસકાંઠા-પાલનપુર જિલ્લાના પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે તેમ પ્રદીપસિહ જાડેજાએ ઉમેર્યુ હતું.

Next Story