Connect Gujarat
ગુજરાત

“સાયકલિંગ મંથ” : તમારો સાયકલ ચલાવતો ફોટો ફેસબુક-ટ્વીટર પર #cyclechallenge સાથે પોસ્ટ કરી મિત્રોને આપો સાઇકલિંગ ચેલેન્જ

“સાયકલિંગ મંથ” : તમારો સાયકલ ચલાવતો ફોટો ફેસબુક-ટ્વીટર પર #cyclechallenge સાથે પોસ્ટ કરી મિત્રોને આપો સાઇકલિંગ ચેલેન્જ
X

વડાપ્રધાન નરેન્‍દ્ર

મોદી દ્વારા લોન્‍ચ કરાવામાં આવેલી ફીટ ઇન્‍ડિયા મુવમેન્‍ટ અંતર્ગત વર્ષ 2020ના

જાન્‍યુઆરી મહિનાને “સાયકલિંગ મંથ” તરીકે ઉજવવાનું

નક્કી કરાયું છે. ફીટ ઇન્‍ડિયાની આ મુવમેન્‍ટને સપોર્ટ કરવા માટે નેધરલેન્‍ડ

બાઈક્સ અને વલસાડના બાઇસિકલ મેયર ડૉ. ભૈરવી જોષી દ્વારા

સાયકલિંગ ચેલેન્જ લોન્‍ચ કરવામાં આવી છે.

આ પ્રસંગે ડૉ. ભૈરવી જોષીએ જણાવ્યુ હતું કે, ફીટ ઇન્‍ડિયા

મુવમેન્‍ટની થીમ અને નેધરલેન્‍ડ બાઇક્સની આ વર્ષની થીમ-સીટી ફીટ ફોર ચિલ્‍ડ્રન અંતર્ગત સાયકલ ચેલેન્‍જ લોન્‍ચ કરવાનું પણ વિચાર્યું

છે. આ ચેલેન્‍જમાં વલસાડ શહેરની સાથે સાથે સૂરત, નવસારી, વડોદરા, બેંગલોર

તેમજ નેધરલેન્‍ડ બાઇક્સ હેઠળ આવતા શહેરોમાં પણ લોન્‍ચ કરાશે. આ ચેલેન્‍જનો મુખ્ય

હેતુ સાયકલિંગ અવેરનેસને પ્રમોટ કરવાનો છે. ઉપરાંત સાઇકલિંગ ચેલેન્‍જ માટે તમારો સાઇકલ

ચલાવતો ફોટોગ્રાફ કે વિડીયો ફેસબુક અને ટ્વીટર ઉપર #cyclechallenge અથવા #cyclechalao સાથે પોસ્‍ટ કરો અને

તમારા મિત્રોને પણ સાયકલ ચલાવવાની ચેલેન્‍જ આપો. સૌ

શહેરીજનો અને સાઇકલિસ્‍ટને આ ચેલેન્‍જ સ્‍વીકારી ફીટ ઇન્‍ડિયા મુવમેન્‍ટમાં સહયોગ

આપવા અનુરોધ કરાયો છે.

Next Story