Connect Gujarat
ગુજરાત

ગુજરાત નજીક અરબી સમુદ્રમાં સર્જાઇ સાયક્લોન પેટર્ન, ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટકવાની શક્યતા

ગુજરાત નજીક અરબી સમુદ્રમાં સર્જાઇ સાયક્લોન પેટર્ન, ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટકવાની શક્યતા
X

ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે. જેના કારણે તા. 3 જૂનની આસપાસ ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોના દરિયા કાંઠે ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, જૂનના પ્રથમ સપ્તાહમાં કોઇ પણ રાત્રે ચક્રવાત પશ્ચિમ ભારતના રાજ્યોને ધમરોળી શકે છે, ત્યારે આગામી દિવસોમાં સાયક્લોનીકની મુવમેવન્ટ નક્કી કરશે કે વાવાઝોડું ત્રાટકશે કે નહીં. અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે લો-પ્રેશર પણ સર્જાઇ શકે છે. તા. 3 જૂન સુધી લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઇને ગુજરાત રાજ્ય તરફ ફંટાય તેવી શક્યતા પણ સેવાઇ રહી છે. જેનાથી દેશના પૂર્વિય કાંઠે અને ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જૂન માસના શરૂઆતથી જ ભારે વરસાદ પડી શકે છે.

Next Story