/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/01-1.jpg)
ડી.એ.આનંદપુરા કલ્ચરલ અને સ્પોર્ટસ સેન્ટર ખાતે ટેનિશ કોચ તરીકે ફરજ બજાવતા નરેન્દ્ર બાબુભાઇ પાટીલ જેઓ મહિને નાગપુર (મહારાષ્ટ્ર) ખાતે ઓલ ઇન્ડિયા ટેનિસ એશોસિયેશનના નેજા હેઠળ યોજાયેલ AITA –LEVAL-4 કોચ અને AITA-LEVEL-1 કફિટનેશ કોચની પરિક્ષામાં ઉતિર્ણ થઈ સંસ્થાનું નામ દિપાવ્યું છે.
આ સંસ્થાના ક.કંવીનર દિનેશ પટેલના માર્ગદર્શન હેઠળ સંસ્થામાં ફરજ બજાવતા દરેક કોચને તેમની રમતમાં આગળા વધવા તક આપી છે. આ તકનો ફાયદો કોચીસની સાથે સાથે સંસ્થામાં પ્રશિક્ષણ લેવા આવતાં દરેક ખેલાડીને થઈ રહ્યો છે. આની પાછળનો ઉદ્દેશ્ય પ્રશિક્ષણ લેવા આવતા ખેલાડીઓને રાષ્ટ્રીય તથા આંતર રાષ્ટ્રીય કક્ષાનું પ્રશિક્ષણ મળી રહે એ છે.આવી સુવર્ણ તક દરેકને મળી રહી છે.જે ડી.એ. આનંદપુરા કલ્ચરલ અને સ્પોર્ટસ સેન્ટરને આભારી છે.