ડભોઇના શીરોલા ગામે વિદ્યાર્થીઓ પાસે શાળાની સફાઇના પગલે વાલીઓમાં ભારે રોષ

60

ડભોઇ તાલુકાના શીરોલા ગામે પ્રવેશ દ્વાર પાસે પ્રાથમીક શાળા આવેલી છે જેમા ૨૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આમ તો સુંદર અને બહાર થી સારી દેખાતી આ શાળા બનાવા પાછળ શિક્ષકોનો ફાળો રહ્યો હોઇ તેમ દ્રષ્યમાન થાય છે. પણ અંદર ની વાતો કેમેરામા ભારે ચકચાર મચાવે તેવી તસ્વીરો કેદ થઇ હતી. શાળાના જ વિદ્યાર્થીઓ પાસે શિક્ષકો દ્વારા સફાઇ કામ કરાવામા આવતુ હોઇ પત્રકારો ત્યા પહોચ્યા ત્યારે શાળાના બાળકો શૌચાલય અને બાથરૂમ સાફ કરતા નજરે પડ્યા હતા આ વાત ની જાણ વિદ્યાર્થીઓના વાલીઓને થતા વાલીઓમા ભારે રોષ ફેલાયો હતો.

ડભોઇ તાલુકાના શીરોલા ગામે ધોરણ ૧ થી ૮ ના વર્ગો ધરાવતી પ્રાથમીક શાળા આવેલી છે. આ શાળામા આશરે ૨૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એક તરફ ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી સર્વ શિક્ષા અભીયાન અંતર્ગત દરેક ગામોમાં સરકરી શાળાઓ મા સારૂ શિક્ષણ બાળકો ને મળી રહે અને શાળાઓ સ્વચ્છ રહે તે માટે ગ્રાંટો ફાડવતી હોય છે પણ શિરોલા ગામ ની શાળાના આચર્ય અને શિક્ષકો દ્વારા શિક્ષણની હાસી ઉડે તે રીતે નાના નાના બાળકો પાસે શૌચાલય અને બાથરૂમમોમાં સફાઇ કરાવાના દાખલા મીડીયાના કેમેરામા કેદ થઇ ગયા હતા.

આ વાત ની જાણ વાલીઓ મા થતા વાલીઓમા ભારે રોષ ફેલાયો છે જ્યારે આ અંગે એક વિદ્યાર્થીને પુછવામા આવ્યુ ત્યારે તેને જ્ણાવ્યુ હતુ કે રોજે રોજ અલગ અલગ વિદ્યાર્થીઓ ની ટીમો બનાવી શાળામા આ રીતે સફાઇ કરવાની જવાબદારી આપવામા આવી છે. તો બીજી તરફ શાળા આચાર્ય કાલીદાસ એસ. બારીયા ને પુછતા તેઓ એ વિદ્યાર્થીઓ પાસે માત્ર પાણી બહાર કઢાવી એ છે નું જ્ણાવ્યું હતું શું આ શાળા માટે સફાઇ કામદાર શાળામા રાખવામા6 આવ્યા નથી એ એક મોટો સવાલ છે. ખરેખર આ શાળાની ડભોઇ તાલુકા પંચાયત શાળા નીરીક્ષકે કે પછી વડોદરા જીલ્લા પંચાયતના શાખા નીરીક્ષકો કોઇ દિવસ મુલાકાત લીધી હોય ત્યારે ખબર પડે કે શાળાનો વહીવટ કેવો ચાલે છે. આ બનાવને પગલે વાલીઓમાં ભારે રોષ છે. શાળામા બાળકો દ્વારા કરાવાતી સફાઇ કામગીરી બંધ થાય તેવી વાલીઓમા માંગ છે.

LEAVE A REPLY