Connect Gujarat
ગુજરાત

ડભોઇ : ધોધમાર વરસેલા વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી

ડભોઇ : ધોધમાર વરસેલા વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી
X

ડભોઇ થી કેવડીયા નવીન રોડ બનેલ છે આ રોડ ઉપર 500 એકર જેટલા ખેડૂતોના ખેતરમાં 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર રોડના નિર્માણ સમયે નાળા બનાવામાં આવ્યા છે તે નાના છે અને રોડની બાજુ માં પાણીના નીકાલ માટે કોઈ કાંસ બનાવામાં આવી નથી. જેથી ખેડૂતોને ભારે થી અતી ભારે નુકસાન ભોગવાનો વારો આવ્યો છે. ખેડૂતો દ્વારા રોડ વિભાગના અધીકારીઓને બોલાવી પાણીના નીકાલ માટે કાર્યવાહી કરવા આક્રમક રીતે રજૂઆત કરાઇ હતી.

ડભોઇ તાલુકાનાં બુજેઠા, ચણવાડા, સહીતના ગામો પાસે થી પસાર થતો ડભોઇ કેવડીયા રોડ હાલ 7 માસ પૂર્વે જ બનાવામાં આવ્યો છે. આ રોડ બનાવવામાં કેટલીક ક્ષતીઓ રહી જતાં ડભોઇ પંથક માં 30 કલાક માં ખાબકેલા 5 ઇંચ વરસાદમાં 500 એકર જેટલા ખેતરોમાં પાણી 2 ફૂટ જેટલા ભરાઈ જતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ રોડ ઉપર આવેલા ખેતરોના ખેડૂતોએ આજે રોડ અને માર્ગ મકાન વિભાગ ના અધીકારીઓને સ્થળ ઉપર બોલાવી રોડની આસપાસ વરસાદી પાણીના નીકાલ માટે કાંસ બનાવી આપવા આક્રામક રીતે રજૂઆતો કરી હતી. સાથે સાથે આ રોડ ઉપર બનાવાયેલ નાળાઓ ની સાઇઝ નાની બનાવી હોઇ પાણીનો કોઈ નીકાલ ન રહેતા છેલ્લા 42 કલાક થી પાણી ના વિસરાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે યુધ્ધના ધોરણે પાણીના નિકાલ માટે રસ્તો કરી આપે તેવી ખેડૂતોની માંગ છે.

Next Story