Connect Gujarat
ગુજરાત

દાદરાનગર હવેલી : હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે ખેલાયો ખુની ખેલ, જુઓ સીસીટીવી ફૂટેજ

દાદરાનગર હવેલી : હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે ખેલાયો ખુની ખેલ, જુઓ સીસીટીવી ફૂટેજ
X

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ ખાતે એક બીયર બારની બહાર સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં કાર સવાર લોકો એક યુવાન પર જીવલેણ હુમલો કરતાં તેનું મોત નીપજયું હતું જ્યારે ત્રણથી વધુ લોકોને ઇજા પહોચી હતી. આ સનસનીખેજ ઘટના નજીકની એક હોટેલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી.

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસની મધ્યમાં આવેલા એક બીયર બારની બહાર ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં બીયર બારમાં પરિવાર સાથે પાર્ટી કરવા આવેલા કેટલાક શખ્સોએ આતંક મચાવ્યો હતો. પાર્ટી દરમ્યાન બીયર બારની બહાર ઊભા રહી ગાડીમાં હોર્ન મારવા જેવી સામાન્ય બાબતે બીયર બારના સંચાલકો અને કારમાં સવાર ઈસમો વચ્ચે બોલાચાલી થઈ હતી.

સામાન્ય બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર વિવાદ સુધી પહોચી હતી. કારમાં આવેલા શખ્સોએ ઉશ્કેરાઇ ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે અંધાધૂંધ ચપ્પુબાજી કરી ખગેશ્વર નામના વ્યક્તિનું ઢીમ ઢાળી દીધું હતું, જ્યારે ત્રણથી વધુ લોકોને ઈજા પહોચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર ઘટના નજીકની એક હોટેલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. પોલીસે ૠત્વિક સોનવણે અને સુનિલ સોનવણે નામના બે શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Next Story