Connect Gujarat
ગુજરાત

મુખ્યમંત્રીના હસ્તે દહેજમાં ઔદ્યોગિક હેતુસરના દેશના સૌ પ્રથમ ૧૦૦ MLD ડિસેલીનેશન પ્લાન્ટનું થશે ખાતમુર્હત

મુખ્યમંત્રીના હસ્તે દહેજમાં ઔદ્યોગિક હેતુસરના દેશના સૌ પ્રથમ ૧૦૦ MLD ડિસેલીનેશન પ્લાન્ટનું થશે ખાતમુર્હત
X

રપ હેકટરમાં રૂ. ૮૮૧ કરોડના ખર્ચે સ્થપાશે દરિયાના ખારા પાણીના શુધ્ધિકરણનો ડિસેલીનેશન પ્લાન્ટ

મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવાર તા. ૩૦ નવેમ્બરે ભરૂચના દહેજમાં GIDC દ્વારા

નિર્માણ થનારા ઔદ્યોગિક હેતુસરના દેશના સૌ પ્રથમ ૧૦૦ MLD ક્ષમતાના

ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે.

દહેજ ઔદ્યોગિક વસાહતના ઊદ્યોગો માટે અવિરત પાણીની જરૂરિયાત મુજબ પ્રવર્તમાન ૪પ૪ MLD પાણી પૂરવઠા યોજના સ્થાપિત થયેલી છે. આ PCPIR વસાહતનો પૂર્ણત: વિકાસ થતાં ૧૦૦૦ MLD પાણીની જરૂરિયાતોનો અંદાજ છે.

આ જરૂરિયાતને પહોચી વળવાના હેતુસર પાણીના વૈકલ્પિક સ્ત્રોત તરીકે સમુદ્રના

ખારા પાણીના શુધ્ધિકરણથી તેને ઉપયોગ યુકત બનાવવા ૧૦૦ MLD ક્ષમતાનો

ડિસેલીનેશન પ્લાન્ટ દહેજમાં નિર્માણ થવાનો છે. આ ડિસેલીનેશન પ્લાન્ટ રપ હેકટર

વિસ્તારમાં રૂ. ૮૮૧ કરોડના ખર્ચે આકાર પામશે તેમજ ડિસેલીનેશનનો પ્રોજેકટ પૂર્ણ

થવાથી કુલ પપપ MLD જથ્થો ઉપલબ્ધ થવાનો છે.

આ ડિસેલીનેશન પ્લાન્ટમાં દહેજના દરિયાના પાણીમાં મોટા પ્રમાણમાં Turbidity તેમજ TDS અને Chloride હોવાના કારણે અન્ય સ્થળે કાર્યરત પ્લાન્ટની સરખામણીમાં ઔદ્યોગિક એકમો માટેની જરૂરિયાત મુજબ પાણીના શુધ્ધિકરણની પ્રક્રિયા માટે એક વધારાનું Reverse Osmosis (BWRO) સ્ટેજ રાખવામાં આવેલું છે.

તદ્દઉપરાંત, દરિયાનું

પાણી શુધ્ધિકરણની પ્રક્રિયા માટે ડિસેલીનેશન પ્લાન્ટમાં આવતા પહેલા ર૦ એકરમાં

સેટલિંગ પોંડ (તળાવ) બનાવવાની જોગવાઇ પણ કરવામાં આવેલ છે.

આ ડિસેલીનેશન પ્લાન્ટ મારફત ઉપલબ્ધ થનાર પાણીની ગુણવત્તા નર્મદા નદીના પાણીની

ગુણવત્તાને અનુરૂપ રહેશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રીએ ૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્ર

કિનારો ધરાવતા ગુજરાતમાં દરિયાઇ પાણીનો ઊદ્યોગો તેમજ અન્ય વપરાશ માટે ઉપયોગ કરવાના

હેતુસર રાજ્યમાં ૮ ડિસેલીનેશન પ્લાન્ટસ સ્થાપવાનો અભિગમ અપનાવ્યો છે. ગુજરાત

ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા તે અંતર્ગત આ દહેજ ડિસેલીનેશન પ્લાન્ટનું નિર્માણ

થવાનું છે.

આ ખાતમૂર્હત પ્રસંગે રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, GIDCના અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂત, સાંસદ

મનસુખ વસાવા, ધારાસભ્ય

દુષ્યંત પટેલ, અરૂણસિંહ

રણા પણ ઉપસ્થિત રહેનાર છે.

Next Story