ખેતાન કંપનીમાં એસિડ ટેન્ક સાફ કરતી વેળા કામદાર પટકાયો હતો

દહેજની ખેતાન કેમીકલ કંપનીમાં આજરોજ કામ કરી રહેલા એક કામદારનું મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કામ કરતાં એસિડ ટેન્ક ઉપરથી પટકાતા મોત થયું હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે.

દહેજ જીઆઈડીસીમાં આવેલી ખેતાન કેમિકલ નામની કંપનીમાં એક કામદાર આજરોજ ફરજ ઉપર હતો. દરમિયાન એસિડના ટેન્ક ઉપર સફાઇની કામગીરી કરી રહ્યો હતો. તેવામાં કોઈ કારણોસર તેનું સંતુલન નહીં રહેતાં 20 ફૂટ નીચે પટકાયો હતો. બાદમાં પટકાયેલા કામદારને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ સંદર્ભે દહેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY