Connect Gujarat
ગુજરાત

દહેજ: ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ દ્વારા ફેમિલી ગેટ-ટ્રગેધરનું કરાયું આયોજન

દહેજ: ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ દ્વારા ફેમિલી ગેટ-ટ્રગેધરનું કરાયું આયોજન
X

ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ [જી. એફ .એલ.] માં ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ માર્ચ-૨૦૧૯ માસમાં જી.એફ એલ ફેમિલી ગેટ ટૂ ગેધર નું ભવ્ય આયોજન તા.૧૨/૦૩/૨૦૧૯ થી તા. ૧૪/૦૩/૨૦૧૯ દરમ્યાન ભરૂચ માં ગેલેક્સી પાર્ટી પ્લોટ માં કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમ વિષે સંસ્થાના મેનેજમેન્ટના આધિકારી અને એચ.આર એન્ડ એડમીન વિભાગ ના એવીપી સુનિલભાઈ ભટ્ટ સાથે રૂબરૂ વાતચીત માં જાણવા મળેલ કે સંસ્થા દ્વારા દરેક વર્ષે આવા પ્રકારના અલગ અલગ કાર્યક્રમનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે.

સંસ્થામાં કર્મચારીઓને હયુમન એસેટ્સ તરીકે માનવામાં આવે છે અને આથીજ સંસ્થા મૅનેજમેન્ટ હમેશા કર્મચારીઓને નવા ડેવલોપમેન્ટલ ઇનિશિએટિવ જેવાકે કડ, 5S, SIX SIGMA, QUALITY CIRCLE જેવા વિવિધ કાર્યક્રમમાં સહભાગી બનાવે છે જેથી કરીને કર્મચારી નો વ્યકિતીગત અને સંસ્થાનો નો ધંધાકીય વિકાસ થાય અને બંને પારસ્પરિક રીતે રીતે ફાયદો મેળવે. સંસ્થામાં મેનેજમેન્ટ દ્વારા આ ઉપરાંત એમ્પલોઈ એંગેજમેન્ટ એક્ટિવિટીના ભાગ રૂપે દર વર્ષે વિવિધ કાર્યક્રમોંનું આયોજન કરવામાં આવે છે, સંસ્થા કર્મચારીઓ ને સંબધીત અન્ય કાર્યક્રમો જેવાકે ઈન્ડોર ગેમ, આઉટ ડોર ગેમ , મોનસૂન ગેમ્સ; ૨૬ જનયુઆરી કે ૧૫ ઓગસ્ટ જેવા કાર્યક્રમો નું આયોજન કરતી આવેલ છે, સંસ્થાએ આ વર્ષે કર્મચારીના બાળકોના ઉત્સાહ વધારવા હેતુ ધો. ૧૦ અને ધો. ૧૨માં પાસ થયેલ કર્મચારીના બાળકોને પ્રોત્સહિત કરવા પણ કાર્યક્રમોનું આયોજન કરેલ હતું.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="87879,87880,87881,87882"]

સંસ્થા સતત ઉત્પાદન માં કાર્યરત હોવાથી અને દરેક કર્મચારી આ “જી.એફ એલ ફેમિલી ગેટ ટૂ ગેધર” કાર્યક્રમમાં ભાગ લઇ શકે તે હેતુ થી આ કાર્યક્રમ ત્રણ દિવસોમાં કરવાં આવેલ છે. જેથી કરીને ઉત્પાદન વિક્ષેપ વિના બધાજ કર્મચારી અને તેના કુટુંબીજનો આ કાર્યક્રમ ને માણી શકે.

ગત વર્ષ કરતા પણ આ વર્ષે સંસ્થાના કર્મચારી ઓ દ્વારા આ કાર્યક્રમ બાબતે ખુબજ ઉત્સાહ જોવા મળેલ અને ખુબજ સારો પ્રતિભાવ મળેલ છે. ગત વર્ષની સરખામણી માં આ વર્ષે લગભગ ૫૨૦૦ જેટલા કર્મચારી અને તેના કુટુંબીજનોએ આ કાર્યક્રમને માણેલ છે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને, ગણેશ વંદના, બલૂન ઇવેઇલિંગ, સંચાલકો દ્વારા સંસ્થાની હાલની કામગીરી અને ફ્યુચર પ્લાનની જાણકારી, દેશ ભક્તિના ગીતો, કર્મચારી અને અધિકારીના ગીત, જોક્સ, મિમિક્રી, ડાન્સ, વિગેરેના વ્યકિગત પર્ફોમન્સ, કર્મચારીના બાળકો/કુટુંબીજનો દ્વારા ગીત, ડાન્સ, વિગેરે પર્ફોમન્સ, સોલો પર્ફોમન્સ, અંકલેશ્વરની ખ્યાતનામ ઇવેન્ટ મૅનેજમેન્ટ કમ્પની ના કાર્યક્રમો કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં સેલ્ફી ઝોન, નેઈલ આર્ટ, ટેટુ, મેસ્કોટ, બાળકો ની રમતગમત નું આયોજન પણ કરાયેલ. સતત ત્રણ દિવસ ચાલેલ આ કાર્યક્રમ માં પ્લાન્ટ ના સંચાલક સનથકુમાર, સંચાલક મંડળના અન્ય અધિકારીઓ તથા સંસ્થાની હેડ ઓફિસના અધિકારી બી. સી. જૈને પણ ભાગ લીધેલ અને સર્વે ને સંબોધન કરેલ.

આ કાર્યક્રમમાં સંસ્થામાં કામ કરતા કર્મચારી કે જેમણે આ વર્ષે ૧૦ વર્ષે પૂર્ણ કરેલ તેવા કર્મચારી નું સર્ટિફેકેટ અને એવોર્ડ આપી સન્નમાન કરવામાં આવેલ. જીએફએલ નું મેનેજમેન્ટ હંમેશા સંચાલન માં પણ કર્મચારી અને તેના ટીમ વર્ક ને પ્રોત્સાહન આપતી આવેલ છે. જેથી કરીને જ સંસ્થાએ હાલ માંજ રાષ્ટ્રીય સ્તરના ક્વોલિટી સંબંધે બિઝનેસ એક્સસલન્સ એવોર્ડ તેમના કર્મચારી ઓની ધગશ, મહેનત અને ઉત્સાહ ને કારણેજ મેળવેલ છે. કર્મચારીના કુટુંબીજનો ને આ કાર્યક્રમ વિષે પૂછતાં તેમના તરફથી આ કાર્યક્રમ અંગે ખુબજ સારો અને સફળ કાર્યક્રમ હતો તેવો પ્રતિભાવ જાણવા મળેલ છે.

Next Story