Connect Gujarat
ગુજરાત

દાહોદઃ ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત

દાહોદઃ ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત
X

શાળાના આચાર્યે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી.

દાહોદની લીમખેડા તાલુકાની અગારા ગામે આવેલી કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ શાળાના ટોયલેટમાં પાઈપ સાથે ઓઢણી બાંધી અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લઈ જીવલીલા સંકેલી લીધી હતી. શાળામાં થયેલા વિદ્યાર્થિનીના મોતનો આ કિસ્સો શિક્ષણ જગતમાં ટોક ઓફ ધ ટાઉન રહ્યો હતો.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના લીમખેડા તાલુકામાં અગારા ગામે કસ્તુબા ગાંધી વિદ્યાલય આવેલી છે. શાળામાં આસપાસના 6 થી 10માં અભ્યાસ કરતા 125 થી 150 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ નિવાસી શાળામાં કુન્લી ગામના ભેમાભાઈની પુત્રી પ્રિયંકા ધો. 10માં અભ્યાસ કરે છે. મંગળવારે સાંજના છ વાગ્યાના સુમારે બાલીકાઓને જમાડવામાં આવી હતી. તે વિદ્યાલય રોજિંદા સમય અનુસાર હાજરી પુરવામાં આવી રહી હતી. આ સમય દરમિયાન વિદ્યાર્થિની પ્રિયંકાનું નામ બોલવામં આવતા પ્રિયંકા આ સમયે હાજર ન હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

શાળામાં શોધખોળ બાદ કોઈ પત્તો ન લાગતા સૌ ચિંતામાં મુકાઈ ગયા હતાં. આ દરમિયાન શાળાની આસપાસ છાત્રાઓ તપાસ કરતા ટોયલેટ પાસે પાઈપ સાથે ઓઢણી બાંધી ગળાફાંસો ખાધેલી મૃત હાલતમાં મળી આવતા શાળા પરિવાર ચોંકી ઉઠયો હતો. શાળામાં વિદ્યાર્થિનીના મોતને પગલે પંથકમાં શિક્ષણ વિભાગમાં આ કિસ્સો ટોક ઓધ ધ ટાઉન રહ્યો હતો. બનાવ સંદર્ભે શાળાના આચાર્યે ચંદાબહેન પર્વતભાઈ બારીયાએ લીમખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story