Connect Gujarat

દાહોદ : અભલોડમાં એક જ પરિવારની ત્રણ પુત્રીના કુવામાં પડી જતાં મોત

દાહોદ : અભલોડમાં એક જ પરિવારની ત્રણ પુત્રીના કુવામાં પડી જતાં મોત
X

દેવગઢ બારીયા તાલુકાના અભલોડ ગામે એક જ પરિવારની ત્રણ પુત્રીઓ કુવામાં પડી જઇ મોતને ભેટતા ચકચાર મચી છે.

સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે શાળાઓ અને કોલેજો પણ બંધ છે તેવામાં દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના અભલોડ ગામેથી કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અભલોડ ગામમાં રહેતા લુહાર પરિવારની ત્રણ પુત્રીઓ નામે મનીષા, સેજલ અને રાધા શાળામાં રજા હોવાથી ઘરે જ હતી. ત્રણેય ઘરના આંગણામાં રમી રહી હતી તે દરમિયાન નજીકમાં આવેલાં કુવામાં પડી ગઇ હતી. ત્રણેય પુત્રીઓની શોધખોળ કરવા છતાં તેમનો કોઇ પત્તો લાગ્યો ન હતો.

આસપાસના લોકોએ તપાસ કરતાં કુવા પાસે બાળકીઓના ચંપલ નજરે પડતાં કુવામાં તપાસ કરતાં ત્રણેય બાળકીઓ કુવાની અંદરથી મળી આવી હતી. સારવાર મળે તે પહેલાં તેમના મોત થઇ ચુકયાં હતાં. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story
Share it