Connect Gujarat
Featured

દાહોદ : 14 વર્ષની કિશોરીના પેટમાંથી તબીબોએ ઓપરેશન કરી 20 કિલોની ગાંઠ કાઢી

દાહોદ : 14 વર્ષની કિશોરીના પેટમાંથી તબીબોએ ઓપરેશન કરી 20 કિલોની ગાંઠ કાઢી
X

મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાની 14 વર્ષીય રંજીતાબેન મછાર છેલ્લા એક વર્ષથી પેટમાં થતી ગાઠને લઈને પીડાતી હતી. પરિવાર અલગ અલગ હોસ્પિટલમાં જઈ આવ્યા પરંતુ કોઈ યોગ્ય નિરાકરણ ન આવ્યું ત્યારે, આ પરિવાર બાળકીને લઈને દાહોદની અર્બન હોસ્પિટલમાં 21 સપ્ટેમ્બરે આવ્યા હતા. જ્યાં તબીબોએ કિશોરીને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર શરૂ કરી 2 દિવસ સારવાર આપી જરૂરી પરિક્ષણ બાદ હોસ્પિટલના સર્જન ડૉકટર વિશાલ પરમારે ઓપરેશન કરી તેના પેટમાંથી 20.380 કિલો વજનની ગાઠ બહાર કાઢી હતી.

કિશોરીનું વજન માત્ર 25 કિલો છે જ્યારે ગાઠના લીધે તેનું વજન 45 કિલો થઈ ગયું હતું ઓપરેશન બાદ કિશોરીની તબિયત હાલ સુધારા પર છે અને અર્બન હોસ્પિટલના તબીબોએ સફળતા પૂર્વક ઓપરેશન કરી કિશોરીના પેટમાં રહેલી ગાંઠને કાઢી કિશોરીને નવું જીવન મળતા પરિવાર જનોમાં ખુશીની લાગણી અનુભવાઈ હતી

Next Story