Connect Gujarat
Featured

દાહોદ : લીમડીમાં બાળક રમતો હતો મોબાઇલ પર ગેમ, જુઓ બે સેકન્ડમાં શું બન્યું.!

દાહોદ : લીમડીમાં બાળક રમતો હતો મોબાઇલ પર ગેમ, જુઓ બે સેકન્ડમાં શું બન્યું.!
X

હાલ શાળાઓમાં રજા છે ત્યારે બાળકો મોબાઇલ ફોનમાં ગેમ રમવાની મજા માણી રહયાં છે પણ ઓટલા પર બેસી ગેમ રમવાથી શું થાય છે તેનો લાલબત્તી સમાન કિસ્સો દાહોદના લીમડી નગરમાં બન્યો છે. સાંપ્રત સમયમાં બાળકોથી માંડી વયસ્કોના હાથમાં મોબાઇલ ફોન જોવા મળે છે. ફોનની સંખ્યામાં વધારો થતાં ફોનની ચોરી તથા ઉઠાંતરીના બનાવો વધી રહયાં છે.

દાહોદના લીમડીના નવા બજારમાં એક બાળક તેના ઘરના આંગણામાં બેસી મોબાઇલ ફોન પર ગેમ રમી રહયો હતો. બાળક તેની મસ્તીમાં મસ્ત હતો તેવામાં ફળિયામાં બાઇક સવાર બે યુવાનો આવે છે અને બાળક પાસે આવી બાઇક ઉભી રાખે છે. બાઇકની પાછળ બેઠેલો યુવાન નીચે ઉતરે છે અને બાળક અને તેના પરિવારજનો કઇ સમજે તે પહેલાં યુવાન બાળકના હાથમાંથી ફોન ઝુંટવી ફરાર થઇ જાય છે. લીમડીમાં બનેલો આ કિસ્સો મોબાઇલ વપરાશકારો માટે ચોંકાવનારો છે. મોબાઇલ ફોન લઇ ઘરની બહાર નીકળતાં પહેલાં સાવચેતી રાખવી જરૂરી છે.

ભરૂચ : વેલેન્ટાઇન્સ ડે બન્યો મોંઘો, પ્રિયતમને અપાતા ફુલોના ભાવમાં વધારો

Next Story
Share it