Connect Gujarat
ગુજરાત

દાહોદ : ચંદલા ગામે કોંગ્રેસ દ્વારા યોજાયો સંવાદ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી રહ્યા હાજર

X

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ચંદલા ગામે મહાત્મા ગાંધી ઉ.બુ.આશ્રમ શાળા ખાતે

વિધાનસભાના કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર સંવાદ

કાર્યક્રમમાં સ્થાનિક લોકો તેમજ ખેડૂતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને તેઓની સમસ્યાઓને સમજવા તથા

તેનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય તે અંગે ચર્ચા

વિચારણા કરવામાં આવી હતી.

ચંદલા ગામે સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોએ વિવિધ મુશ્કેલીઓ તથા સમસ્યાઓ અંગે

પરેશ ધાનાણી સમક્ષ રજૂઆત કરવાની સાથે જ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ભવિષ્યમાં કોંગ્રેસની સરકાર

બનાવી ગુજરાતમાં નાના વેપારીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને મહિલાઓની સમસ્યાને દૂર કરી શકાય તે બાબતે પરેશ ધાનાણીએ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી કોંગ્રેસની વિચારધારા, કાર્યકર્તાએ જ કોંગ્રેસની મૂડી અને લોકોની સેવા દેશની સેવા, સર્વધર્મ સમાનતાની વાત કરી હતી. ઉપરાંત કાર્યકર્તાઓની વેદના અને ઉપસ્થિત લોકોના પ્રશ્નોની

છણાવટ તથા જરૂરી પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કરવા અંગે પરેશ

ધાનાણીએ ખાતરી આપી હતી. આ

પ્રસંગે દાહોદ જિલ્લાના કોંગ્રેસી ધારાસભ્યો, કાર્યકર્તાઓ, હોદ્દેદારો તથા પ્રજાજનો અને મોટી

સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત

રહ્યા હતા.

Next Story