વન વિભાગે આ દીપડાને હાલમાં પાવાગઢ ખાતેનાં રેસ્ક્યુ કેમ્પમાં રાખ્યો છે

દાહોદ જિલ્લામાં ભયનો માહોલ પેદા કરનાર નરભક્ષી દીપડો આખરે પાંજરે પુરાયો છે. વન વિભાગ દ્વારા છેલ્લાં કેટલાય દિવસોથી તેને પાંજરે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો વન વિભાગે તેને ટ્રેન્ક્યુલાઈઝ કરવા માટે ખાસ એક્ષપર્ટ પણ બોલાવ્યા હતા. પરંતુ પાંજરામાં મૂકેલું મારણ ખાવાની લાલચે દીપડો આખરે પાંજરે પુરાયો હતો.

દાહોદ જિલ્લાનાં વન વિસ્તારોમાં છેલ્લાં કેટલાંક દીવસોથી એક દીપડાને પકડવા માટે ડ્રાઈવ ચાલી રહી હતી. આ દીપડાએ અગાઉ 3 જેટલાં લોકો ઉપર હુમલોક કર્યો હતો. અને મોતને ઘાટ પણ ઉતારી દીધા હતચા. જેના પગલે વન વિભાગે તેને ઝડપી પાડવાનું નક્કી કર્યું હતું. તો દીપડો ક્યાંય નજરે નહીં પડતાં વન વિભાગે ગામડાઓમાં જઈને અવેરનેસ પ્રોગ્રામ પણ શરૂ કર્યા હતા.

આખરે ગત રાત્રિએ દાહોદનાં કોટમ્બી ગામે મૂકેલા એક પાંજરામાં રાખેલા મારણની લાલચમાં ગયેલો દીપડો આખરે પાંજરામાં પુરાયો હતો. જેના પગલે આસપાસનાં લોકોએ રાહતનો દમ લીધો હતો. પાંજરે પુરાયેલા આ દીપડાને હાલમાં પાવાગઢ ખાતે રેસ્ક્યુ કેમ્પમાં લઈ જવામાં આવ્યો છે અને હાલ પુરતો ત્યાં જ રાખવામાં આવશે તેવું વન વિભાગનાં સૂત્રોએ જમાવ્યું હતું. વધુમાં વન વિભાગનું કહેવું છે કે આ એજ દીપડો છે જેણે માણસો ઉપર એટેક કર્યો હતો.

LEAVE A REPLY