દાહોદ : ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, સરકારી દવાખાનામાં!, હવે તો શાળા બનાવો સરકાર!

0
791

દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ઝરીબુઝર્ગ ગામની પ્રાથમિક શાળાના બાળકો ઓરડાના અભાવે સરકારી દવાખાનામાં બેસીને ભણવા માટે મજબુર બન્યા છે.

દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીંના અંતરિયાળ વિસ્તારના ગામડાઓ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓથી વંચિત છે. દાહોદ જિલ્લો વિકાસની હરણફાળમાં દોડ તો લગાવી રહ્યો છે. પણ સરકારી દવાખાનામાં બેસીને ભણવા મજબૂર બાળકોને જોઈને વિકાસ પર દયા ચોક્કસ આવી જાય, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનું અંતરિયાળ ઝરીબુઝર્ગ ગામના બાળકો શાળા ના હોવાના કારણે સરકારી દવાખાનામાં બેસીને ભણવા માટે મજબુર બન્યા છે. 

ગરબાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના સીમળીયાબુઝર્ગ ગામના રાસકી ફળીયામા વર્ગ પ્રાથમિક શાળા કાર્યરત છે. આ શાળા ૨૦૦૭ ના વર્ષથી શરૂ થઈ હતી. શાળામાં ધોરણ ૧ થી ૩ સુધીના બાળકો અભ્યાસ કરે છે. હાલ આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ૫૧ છે અને શાળામાં 2 શિક્ષકો ફરજ બજાવે છે. શાળાને ૧૨ વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતાં શાળામાં ઓરડાના અભાવે બામણ્યા ફળીયા પી.એચ.સી સેન્ટર એટલે કે સરકારી દવાખાનામાં ચલાવવામાં આવી રહી છે. અગાઉ આ શાળાને ભાડાના મકાનમાં ચલાવવામાં આવતી હતી. પરંતુ અગમ્ય કારણોસર હાલમાં આ શાળા છેલ્લા કેટલાક વર્ષોથી બામણ્યા ફળીયામાં પી.એચ.સી સેન્ટરમાં ચલાવવામાં આવી રહી છે. આ શાળાના વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરવાના બદલે દવાખાનામાં બેસીને અભ્યાસ કરવાનો વારો આવ્યો છે.

સીમળીયાબુઝર્ગ ખાતે સ્કૂલ માટે જરૂરી જમીન આજદિન સુધી નહીં ફાળવતા શાળાના બાળકોને અભ્યાસ માટે ન છૂટકે દવાખાનામાં બેસીને અભ્યાસ કરવો પડે છે.

એક તરફ સરકાર એક મતદાર માટે આખું મતદાન બુથ ઉભું કરી શકતી હોય, તો શાળાના બાળકોના અભ્યાસ માટે શાળા કેમ નથી બનાવી શકતી? તેવા અનેક સવાલો ઉભા થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here