દાહોદ : મહિલા જાગૃત્તિ શિબિર – બેટી બચાઓ, બેટી પઢાઓ તેમજ ટેક હોમ રેશન વિતરણનો કાર્યક્રમ યોજાશે

35

દાહોદ જિલ્લા પંચાયત, સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા દાહોદ ખાતે મહિલા જાગૃત્તિ શિબિર – બેટી બચાઓ, બેટી પઢાઓ તેમજ ટેક હોમ રેશન વિતરણનો શુભારંભ કાર્યક્રમ તા. ૧૦-૧-૨૦૧૯મીના રોજ બપોરે ૨-૦૦ કલાકે પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગી, મહિલા અને બાળ વિકાસ યુવા કમિટીના ચેરમેન દક્ષાબેન પરમાર તથા જિલ્લાના તમામ ધારાસભ્યઓ ઉપસ્થિત રહેશે.

LEAVE A REPLY