દાહોદ : લીકેજ થયેલા ગેસના સિલિન્ડરને પાણીમાં નાંખ્યો, જુઓ પછી શું થયું

દાહોદ શહેરના ભિલવાડામાં ગેસ સિલિન્ડર લીકેજ થતા બે ફાયરમેન સહિત પાંચ દાઝયા આગ પર કાબૂ મેળવ્યા બાદ પણ સિલિન્ડરમાં પણ ભડકો થતાં ઘટના બની.
દાહોદ શહેરના ભિલવાડા
વિસ્તારમાં સામુ
નિનામાના ઘરમાં મંગળવારની
રાત્રે સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થવાના કારણે તેમાં આગ ફાટી નીકળી હતી પરિવારના
લોકોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ સિલિન્ડરમાંથી સતત ગેસ નીકળી
રહ્યો હોવાથી ઘસી આવેલા લશ્કર સહિતના લોકોએ ઘરની બહાર પડેલી પાણી ભરેલી પીપમાં
ગેસનો સિલિન્ડર નાખી દીધો હતો.બરાબર તે સમયે ફાયરમેન તેમજ પરિવારના લોકો ઘટના કઇ
રીતે બની તેની ચર્ચા કરી રહ્યા હતાં ત્યારે અચાનક ગેસ
સિલિન્ડરમાંભડકો થતા આગની જવાળાઓ નીકળી હતી. જેમાં ફાયરમેન મુસ્તાક ખાન અને બી.આર.પટેલ, સામુ નિનામા, નીતિન
નીનામા તેમજ ગોગાભાઈ દાઝી જતાં દોડધામ મચી ગઇ હતી. દાઝી ગયેલાં પાંચ લોકોને સારવાર
માટે ખસેડવામાં આવ્યાં હતાં. સિલિન્ડર ફાટયા બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો
હતો.