Connect Gujarat
Featured

દાહોદ : કોરોનાનું સંક્રમણ રોકવા નવતર પ્રયોગ, દર રવિવારે દુકાનો બંધ રાખી બજાર કરાશે સેનીટાઇઝ

દાહોદ : કોરોનાનું સંક્રમણ રોકવા નવતર પ્રયોગ, દર રવિવારે દુકાનો બંધ રાખી બજાર કરાશે સેનીટાઇઝ
X

દાહોદ જિલ્લામાં વધતાં જતા કોરોના સંક્રમણ ને અટકાવવા માટે દાહોદ કલેક્ટરે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. તેમણે દરમિયાન દર રવિવારે આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવા આદેશ કર્યો છે. દુકાનો બંધ રહે તે દરમિયાન બજારોને સેનીટાઇઝ કરવામાં આવશે

દીવાળીના તહેવારો બાદ દાહોદ જિલ્લામાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે અને સતત વધતાં જતાં કેસોથી સમગ્ર વહીવટી તંત્રની ચિંતા વ્યાપી છે. છેલ્લા પાંચ દિવસમાં જિલ્લામાં નવા 93 કેસ સાથે કુલ કેસોની સંખ્યા 2176 ઉપર પહોચી છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા તંત્ર દ્રારા માસ્ક વગર ફરતા લોકોને દંડ તેમજ સ્થળ ઉપર કોરોના ટેસ્ટની સાથે તમામ દુકાનોમાં આકસ્મિક ચેકિંગ કરી સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા વેપારીઓની દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ દર રવિવારે સંમગ્ર જિલ્લાના વાણિજયિક વ્યવસાયો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. બંધમાં માત્ર દુધની ડેરી અને મેડિકલ સ્ટોરને છૂટછાટ આપવામાં આવી છે. દર રવિવારે જિલ્લાના તમામ બજારો બંધ રાખી દરેક વિસ્તારમાં અસરકારક રીતે સેનેટાઇઝરની કામગીરી કરવામાં આવી રહી છે અને કોરોનાની ચેઇન તૂટી શકે એ માટે જિલ્લા કલેક્ટર દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દાહોદ જિલ્લાના અને શહેરના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સયંભૂ બંધ રાખી જિલ્લા વહીવટી તંત્રને સાથ અને સહકાર આપ્યો હતો.

Next Story