Connect Gujarat
Featured

દાહોદ : કેલીયા ગામે કરેલી ચોરીના સામાનની અંદરોઅંદર તસ્કરો કરતા હતા વેચણી, પોલીસે પાડી રેડ

દાહોદ : કેલીયા ગામે કરેલી ચોરીના સામાનની અંદરોઅંદર તસ્કરો કરતા હતા વેચણી, પોલીસે પાડી રેડ
X

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના કેલીયા ગામે થયેલી ચોરીના માલ સામાનની તસ્કરો વેચણી કરી રહ્યા હતા. તે દરમ્યાન પોલીસે રેડ પાડી કુલ 7 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી અનુસાર, થોડા દિવસ અગાઉ દેવગઢ બારીયા તાલુકાના કેલીયા ગામના સુથાર ફળિયામાં આવેલી એક કરિયાણાની દુકાનમાં તાળા તોડી અંદર પ્રવેશી દુકાનના કાંઉટરના ડ્રોવરમાં રાખી મુકેલી લાઇસન્સવાળી બંદૂક, સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ 64,500 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી તમામ ઘરફોડ ચોરો ચોરીની ઘટનાને અંજામ આપવામાં સફળ રહ્યા હતા.

સમગ્ર મામલે દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. LCB પોલીસને બાતમી મળી હતી કે, થોડા દિવસો અગાઉ દેવગઢ બારીયા તાલુકાના કેલીયા ગામે રાત્રીના સમયે ઘરફોડ ચોરી કરી નાસી છૂટેલા તમામ આરોપીઓ ગરબાડા તાલુકાના વડવા ગામના નિશાળ ફળિયામાં રહેતા રણજિત ઉર્ફે રાનિયાના ઘરમાં બેસી ચોરી કરાયેલા માલ સામાનની અંદરો અંદર વેચણી કરી રહ્યા છે, તેવી બાતમી મળતા જ દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેડ પાડતા ચોરીના માલ સામાનની વહેંચણી કરી રહેલા કુલ 7 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. તમામ ઘરફોડ ચોર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરતા પોલીસને તેમની પાસેથી ચોરી કરાયેલો કુલ મુદ્દામાલ મળી 1,06,420 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story