Connect Gujarat
ગુજરાત

દાહોદના ચકચારી વિરલ શેઠ મર્ડર કેશના આરોપીને આજીવન કેદની સજા ફરમાવતી સેશન કોર્ટ

દાહોદના ચકચારી વિરલ શેઠ મર્ડર કેશના આરોપીને આજીવન કેદની સજા ફરમાવતી સેશન કોર્ટ
X

દાહોદના ચકચારી વિરલ શેઠ મર્ડર કેશમાં આરોપી દિલિપ દેવળને દાહોદની શેસન કોર્ટે આજીવન કારાવાશની સજા ફટકારતાં કોર્ટ શંકુલમાં સન્નાટો છવાઇ જવા પામ્યો હતો.

દાહોદના ચકચારી વિરલ શેઠ મર્ડર કેસનો ચુકાદો આવતા જ વિરલ શેઠના પરીવારને ન્યાય મળયો હતો ગોદી રોડ ઉપર રેહતા વિરલ રમેશચંદ્ર કાળીદાસ શેઠ આરોપી દિલિપ દેવળના મિત્ર હોવાના કારણે તેઓના પત્ની ઉષાબેન સાથે દિલીપ દેવળના શારીરિક સંબંધ હોય જેમાં મોતને ભેટનાર વિરલ શેઠ આડખીલીરૂપ હોય તેમ કરીને આરોપી દિલિપ તેમજ તેનો મિત્ર શોનુએ ભેગા મળી વિરલ શેઠનું ગોદી રોડથી અપહરણ કરી અને પોતાની પાસેની માઉઝરથી વિરલ શેઠને માથાના ભાગે ગોળી મારી અને ખરેડી મુકામે આવેલ એક ખેતરમાં લાશને દાટી દીધેલાનું પાંચ દિવસના પોલિસ રીમાંડમાં આરોપી દિલિપ દેવળે જણાવતા પોલિસ સ્ટેશન એકઝ્યુકયુટિવ મેજીસ્ટ્રેટ એલ કે ખરાડી સાહેબ તથા પંચના માણસો તેમજ વિડિયોગ્રાફર સાથે તમામને સાથે રાખી પ્રાથમિક પંચનામું કરી આરોપી દિલીપ દેવળએ બતાવેલ જગ્યા ઉપર મજૂરો મારફતે ખોદકામ કરતાં એક માનવ કંકાલ આસરે સાડા પાંચ ફૂટની ઊંડાઈથી મળી આવતા વિરલ શેઠના પિતાને સાથે રાખતા કંકાલના કપડાં પરથી તેમના પુત્રનું હોવાનું ઓળખી બતાવતા વિરલ શેઠના પિતાએ આરોપી દિલિપ દેવળ વિરુધ્ધ દાહોદ ટાઉન પોલિસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આજ રોજ દાહોદની સેશન કોર્ટમાં કેશ ચાલી જતાં આરોપી દિલિપ દેવળને ૩૦૨ તેમજ ૨૦૧ના ગુનામાં આજીવન કારાવાશની સજા ફટકારી હતી તેમજ તેમના સહાયક મિત્ર અને ઉષાબેનને શેસન કોર્ટે શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

Next Story