Connect Gujarat
ગુજરાત

યાત્રાધામ ડાકોરમાં ફાગણી હોળી પૂનમના મેળા માટે તંત્ર, પોલીસ સજજ

યાત્રાધામ ડાકોરમાં ફાગણી હોળી પૂનમના મેળા માટે તંત્ર, પોલીસ સજજ
X

ડાકોરમાં હોળીની ફાગણી પૂનમ ને લઈ પોલીસ તંત્રની કામગીરી પૂર્ણતાને આરે છે.હાલ ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને બીજી તરફ બોર્ડ ની પરીક્ષાઓ ચાલુ છે. ત્યારે પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તે વ્યવસ્થા માં ફરજ બજાવી રહ્યા હોઇ ડાકોરની પૂનમનો બંદોબસ્ત ખેડા જિલ્લા પોલીસ માટે આકરો સાબિત થઈ રહ્યો છે. રાજ્યભર માંથી રિઝર્વ અને રેગ્યુલર પોલીસ કર્મીઓને ડાકોર પૂનમના બંદોબસ્ત માટે બોલાવવામાં આવ્યા છે.આ જે સંસ્થાન હાઈસ્કૂલ ખાતે આ તમામ પોલિકર્મીઓને ફરજ સ્થળની કામગીરી સોંપવામાં આવી હતી.

ગુજરાતનાં પાચ યાત્રાધામોમાં સમાવેશ થતા યાત્રાધામ ડાકોરમાં હાલ ફાગણી હોળી પૂનમનો મેળો અગામી ૧૯,૨૦ અને ૨૧ તારીખે યોજાનાર છે.પરંતુ આજે આમલકી અગિયારસના દિવસથી જ ભક્તોની ભીડ આવવાની શરૂ થઈ ગઈ છે. આ મેળા દરમિયાન ડાકોરના ઠાકોર રણછોડજીના હાજરો શ્રદ્ધાળુઓએ પદયાત્રા દ્વારા ડાકોર તરફ પ્રયાણ કર્યું છે. ત્યારે તેમની સુરક્ષા અને સુવિધા માટે તેમજ કોઈ અનિચ્છનીય બનાવના બને તે માટે ખેડા જીલ્લા પોલીસે કમર કસી લીધી છે અને કોઈ પણ પરીસ્થિતીને પહોંચી વળવા ૮ વિભાગમાં ડાકોરની સુરક્ષા વહેંચી લીધી છે.

જેમાં આધુનિક હથિયાર અને CCTV સજ્જ વાહનો, ક્રોસ પેટ્રોલિંગ, તમામ રૂટો ઉપર CCTV દ્વારા કંટ્રોલ રૂમથી બાજ નજર સાથે તમામ માર્ગો ઉપર પોલીસ સેવા કેન્દ્ર આ ઉપરાંત આતંકી ગતિવિધિ અને ચેતવણી ને લઈ ડાકોરના વિવિધ વિસ્તારોમાં ધાબા ઉપર પણ પોલીસ પોઇન્ટ નક્કી કરી પોલીસ જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. જીલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ નીચે એક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે. વોટ્સ એપ થી ફરિયાદ નોંધાવવા માટે ૭૨૧૧૧ ૩૪૭૭૭ નંબર જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો, ૮ વિભાગોમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. ૧૪ નાયબ પોલીસ અધિક્ષક, ૨૭ પોલીસ ઈન્સ્પેક્ટર, ૧૧૪ પોલીસ સબ ઈન્સ્પેક્ટર, ૬૪૭ પોલીસકર્મીઓ, ૧૩૦૦ હોમગાર્ડના જવાનો, GRDના ૧૩૧ જવાનો અને મોટરસાઈકલ

પેટ્રોલિંગ માટે ૩૦ જવાનો તૈનાત કરાયા છે. આ સિવાય પણ સોશિયલ મીડિયા અને CCTV કેમેરાથી પણ સુરક્ષાને સઘન બનાવાઈ છે. તમામ કર્મચારીઓએ પોતાના પોઈન્ટ ઉપર હાજર થઈ ગયા છે.

આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં પોલીસને સહાય કરવા માટે ૨૨ નાયબ મામલતદારો ૨૪ કલાક ફરજ બજાવશે. ડાકોર શહેરમાં ૮ મોબાઈલ ટોઇલેટની પણ સુવિધા કરવામાં આવી છે. આગના બનાવ બને તો તેને કાબુમાં લેવા માટે ૫ ફાયર ફાઈટરની વ્યવસ્થા કરવામાં આવી છે. ડાકોર બસ મથકે ૩૦૦ જેટલી એસટી બસોની સુવિધા ઉભી કરવામાં આવી છે.

વળી આજ રોજ આમલકી અગિયારસના દિવસે ભક્તો અને શ્રદ્ધાળુઓ નો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.આજે બાળલાલજી શ્રીજી મહારાજ ગજરાજ ઉપર સવારીએ નીકળ્યા હતા. આ સવારીમાં ગજરાજ સાથે ડંકા નિશાન સાથે ઘોડા અને ઢોલ નગારા અને ત્રાંસા સાથે ભક્તોએ અબીલ ગુલાલની છોડો ઉછારી પ્રભુ સાથે હોળી મેળાનો રંગોત્સવનો આરંભ કરી દીધો હતો.શ્રીજી મહારાજની આ સવારી નગરના મુખ્ય માર્ગે અબીલ ગુલાલ ની છોડો ઉછારતી ગૌશાળા બેઠક અને ત્યારબાદ લક્ષ્મીજી મંદિર થઈ મુખ્ય મંદિરે પરત ફરી હતી.આજે એક લાખ થી વધુ ભક્તોએ દર્શન લાભ લીધો હતો.

આ ઉપરાંત ડાકોર મંદિરને જાજરમાન રોશની થી શણગારવામાં આવ્યું છે. ભક્તો માં અદભૂત આકર્ષણ ઉભું કરતી આ રોશની ભક્તોની આધ્યાત્મિકતામાં વૃદ્ધિ કરી રહી છે.ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા પણ સુચારૂ વ્યવસ્થા ગોઠવવમાં આવી છે.વિવિધ સ્થળે પ્રભુના ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે LED સ્ક્રીન લગાવવામાં આવ્યા છે.

  • ડાકોરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

8 વિભાગમાં સુરક્ષા વહેંચાઈ

14 નાયબ પોલીસ અધિક્ષક

32 પોલીસ ઈન્સ્પેક્ટર

114 પોલીસ સબ ઈન્સ્પેક્ટર

647 પોલીસકર્મીઓ

94 હેડ કોસ્ટેબલ

161 વુમન પોલીસ

15 વુમન હેડ કોસ્ટેબલ

131 જીઆરડી

37 વુમન ગિઆરડી

272 એસઆરપી

1300 હોમગાર્ડ

Next Story