Connect Gujarat
ગુજરાત

ખેડા : ડાકોરના રણછોડજી મંદિરનો આજે 249મો પાટોત્સવ, દર્શનનો લ્હાવો લેવા ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું

ખેડા : ડાકોરના રણછોડજી મંદિરનો આજે 249મો પાટોત્સવ, દર્શનનો લ્હાવો લેવા ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું
X

ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરનો આજે 249માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજથી 248 વર્ષ પહેલા ડાકોર ખાતે ભવ્ય મંદિરમાં રણછોડજીની પ્રાણ પ્રતિસ્થા કરવામાં આવી હતી, ત્યારથી જ દર વર્ષે ડાકોરમાં મહા વદ પાંચમના દિવસે ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે આજરોજ હજારો ભક્તોએ ઠાકોરજીના દર્શનનો લાભ લીધી હતો.

સુપ્રસિદ્ધ ધામ

ડાકોર ખાતે આજે વહેલી સવારે પોણા સાત વાગે ભગવાન રણછોડજીની મંગળા આરતી

કરવામાં આવી હતી, જે બાદ સુવર્ણ જડિત શંખથી ભગવાનને પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું હતું. વિશેષ શણગાર બાદ

રાજભોગ અને તે બાદ પાટોત્સવનો મહાભોગ ભગવાન ન ધરાવવામાં આવ્યો હતો. તે સમયે ચાંદીના થાળમાં કપૂર આરતી પણ કરવામાં આવી હતી. મહાભોગના દર્શનનો લ્હાવો લેવા હજારોની સંખ્યામાં ભક્તો ડાકોર ખાતે ઉમટ્યાં હતા.

સંવત 1212માં ભગવાન રણછોડ ભક્ત બોડાણા સાથે ડાકોરમાં આવ્યા હતા. જે બાદ રણછોડજીને બોડાણાજીના ઘરે અને તે બાદ લક્ષ્મીજીના મંદિરમાં રાખવામાં આવ્યા હતા. જે બાદ ભક્ત તમ્બેકાર દ્વારા આજનું જે મંદિર છે, તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જ્યાં સંવત 1828માં ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા હતા, ત્યારથી જ આ ભવ્ય પાટોત્સવની

શરૂઆત કરવામાં આવી હતી. આજે આ મંદિર 248 વર્ષ પૂર્ણ કરી 249 વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. આજના પાટોત્સવના દર્શનાર્થે ડાકોર પધારેલા હજારો ભક્તોએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉપરાંત દેશ-વિદેશમાં વસતા હજારો રણછોડ ભક્તોએ મંદિરની વેબસાઈટ ઉપર ઠાકોરજીના દર્શનનો લાભ લીધો હતો.

Next Story